મોંઘવારીના ઝાટકા સાથે નવા મહિનાની શરૂઆત, ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો


- 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો

નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર, 2021, શુક્રવાર

પેટ્રોલિયમ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્ષ અલગ અલગ હોય છે અને તેના હિસાબથી એલપીજીની કિંમતોમાં પણ તફાવત હોય છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 43.5 રૂપિયાનો વધારો કરી દીધો છે. જ્યારે 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો. 

19 કિગ્રા વજનવાળા સિલિન્ડરની કિંમત

પહેલી ઓક્ટોબરથી દિલ્હીમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,693 રૂપિયાથી વધીને 1,736.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા ખાતે તેની કિંમત 1,805.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 1,685 રૂપિયા અને ચેન્નાઈમાં 1,867.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો હતો. 

14.2 કિગ્રા વજનવાળા સિલિન્ડરની કિંમત

દિલ્હીમાં 14.2 કિગ્રા વજનવાળો સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર 884.5 રૂપિયામાં મળી રહ્યો છે. કોલકાતા ખાતે તેની કિંમત 911 રૂપિયા છે. મુંબઈમાં તે ગ્રાહકો માટે 884.5 રૂપિયામાં ઉપલબ્ધ છે અને ચેન્નાઈમાં તેની કિંમત 900.5 રૂપિયા છે. 

સીએનજી-પીએનજીના ભાવ પણ વધી શકે

કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને પ્રાકૃતિક ગેસની કિંમતમાં 62 ટકાનો વધારો કર્યો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં તેની જાણકારી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રાકૃતિક ગેસની કિંમતો વધવાના કારણે કેન્દ્રએ આ પગલું ભર્યું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો