પાકિસ્તાન ખાતે યોજાનારા આતંકવાદ વિરોધી અભ્યાસમાં હિસ્સો લેશે ભારત, SCOના આ સદસ્ય દેશ પણ લેશે ભાગ


- એક રીતે SCO અમેરિકી પ્રભુત્વવાળા નાટોને રશિયા અને ચીન તરફથી જવાબ હતો

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

પાકિસ્તાન ખાતે 3 ઓક્ટોબરના રોજ યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનના આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત પણ સહભાગી બનશે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 સદસ્યોની એક ટીમ પાકિસ્તાન જશે. પાકિસ્તાનના નૌશેરા જિલ્લાના પબ્બી ખાતે 3 ઓક્ટોબરના રોજ એસસીઓ રીજનલ એન્ટી ટેરરિઝમ સ્ટ્રક્ચર (RATS)ની આગેવાનીમાં આ આતંકવાદ વિરોધી એક્સરસાઈઝ આયોજિત કરવામાં આવી રહી છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય છે કે, SCO સદસ્ય દેશો વચ્ચે આતંકવાદના વિરોધમાં આંતરિક સહયોગ વધે. આ તરફ ભારત સરકારનું માનવું છે કે, આ એક્સરસાઈઝમાં તેમની ભાગીદારીથી તેમનો પાકિસ્તાન વિરૂદ્ધનો સરહદ પાર આતંકને પોષિત કરવાનો દાવો નબળો નહીં પડે. 

અભ્યાસમાં પોતાની ભાગીદારીની પૃષ્ટિ કરનારો ભારત અંતિમ દેશ હતો તથા તેમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના અધિકારીઓ દ્વારા પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ઓરેનબર્ગ ક્ષેત્રમાં એક બહુરાષ્ટ્ર આતંકવાદરોધી અભ્યાસ જોવા માટે રૂસનો પ્રવાસ ખેડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનને સંબોધિત કરીને કટ્ટરપંથ અને ઉગ્રવાદ વિરૂદ્ધ લડવા માટે આહ્વાન કર્યું હતું. 

એસસીઓમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિજિસ્તાન, તાઝિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ સંગઠનનો ઉદ્દેશ્ય નસ્લીય અને ધાર્મિક ચરમપંથનો સામનો કરવાનો અને વ્યાપાર-રોકાણ વધારવાનો છે. એક રીતે SCO અમેરિકી પ્રભુત્વવાળા નાટોને રશિયા અને ચીન તરફથી જવાબ હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો