ક્રૂડનો ભાવ ૮૦ ડોલરની નજીક ઃ બે મહિના પછી પેટ્રાલના ભાવ વધ્યા



(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૮

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓેઇલના ભાવ વધતા આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડના ભાવ વધીને ૮૦ ડોલરની નજીક પહોંચી ગયો છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ક્રૂડના ભાવ ૮૦ ડોલરની નજીક પહોેંચ્યા છે. 

આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૧.૩૯ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૯.૫૭ રૃપિયા થયો છે. જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનોે ભાવ વધીને ૧૦૭.૪૭ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૭.૨૧ રૃપિયા થઇ ગયો છે. 

વિવિધ રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. છેલ્લા બે મહિનામાં પેટ્રોલના ભાવમાં પ્રથમ વખત અને ડીઝલમાં ચોથી વખત ભાવ વધારવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત પાંચમાં દિવસે ક્રૂડના ભાવ વધ્યા હતાં.જેના કારણે ક્રૂડનોે ભાવ ૮૦ ડોલરની નજીક પહોંંચી ગયો છે. ક્રૂડના ભાવ વધવાને કારણે  સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)એ આજે દેશમાં પેટ્રાલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. 

૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. ચાર વખતના ભાવવધારામાં એક લિટર ડીઝલમાં ૯૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ  અગાઉ ૧૮ જુલાઇથી ૫ સપ્ટેમ્બર સુધીમાં  ડીઝલના ભાવમાં ૧.૨૫ રૃપિયાનો ઘટાડો થયો હતો.

પેટ્રોલના ભાવમાં છેલ્લે ૧૭ જુલાઇના રોજ વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોથી મેથી ૧૭ જુલાઇ સુધીમાં પેટ્રાલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪  રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભારતને પોતાની ઓઇલ જરૃરિયાત પૈકી ૮૫ ટકા ઓઇલની આયાત કરવી પડે છે.  


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો