ભારત જેવા દેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કોઈ ધર્મના પ્રસારનું પ્રમાણ ન હોઈ શકેઃ અબ્બાસ નકવી
- ભારતની સહિષ્ણુતાની સંસ્કૃતિ અને હળી મળીને રહેવાની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવી એ આપણા બધાની સામૂહિક રાષ્ટ્રીય જવાબદારી
નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર
કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, ભારત જેવા દેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કોઈ ધર્મના પ્રસારનું માપદંડ ન હોઈ શકે. વધુમાં જણાવ્યું કે, ભારતમાં આસ્તિક અને નાસ્તિક બંને સમાન અધિકારો સાથે રહે છે.
દેશના વિભિન્ન હિસ્સામાં રહેતા ઈસાઈ સમુદાયના પ્રમુખ લોકો સાથેની મુલાકાત દરમિયાન નકવીએ કહ્યું કે, ભારત કદી પણ ધાર્મિક કટ્ટરતા અને અસહિષ્ણુતાનો શિકાર ન બની શકે કારણ કે, તે વિશ્વનું સૌથી વિશાળ આધ્યાત્મિક અને ધાર્મિક જ્ઞાનનું કેન્દ્ર છે તથા સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમનું પ્રેરણાસ્ત્રોત છે.
તેમણે જણાવ્યું કે, એક તરફ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી, બહાઈ સહિત વિશ્વના વિવિધ ધર્મના લોકો ભારતમાં રહે છે. ત્યારે કરોડો લોકો એવા પણ રહે છે જે નાસ્તિક છે પરંતુ બંને પ્રકારના લોકોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત છે અને તેમને સમાન બંધારણીય અને સામાજીક અધિકાર મળેલા છે. નકવીએ જણાવ્યું કે, ભારતની સહિષ્ણુતાની સંસ્કૃતિ અને હળી મળીને રહેવાની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવી એ આપણા બધાની સામૂહિક રાષ્ટ્રીય જવાબદારી છે.
Comments
Post a Comment