‘Blah..Blah..Blah..’, ક્લાઈમેટ ચેન્જને લઈ ગ્રેટા થનબર્ગે ઉડાવી વર્લ્ડ લીડર્સની મજાક
- ગ્રેટાના કહેવા પ્રમાણે નેતાઓ ફક્ત વાતો કરે છે અને તેમના પાસે કોઈ એક્શન પ્લાન નથી
નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર
સ્વીડિશ ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડ લીડર્સ પર નિશાન સાધ્યું છે. મિલાન ખાતે યોજાયેલી યુથ ફોર ક્લાઈમેટ કોન્ફરન્સમાં ગ્રેટાએ પોતાના સંબોધન દરમિયાન પર્યાવરણ મુદ્દે નેતાઓ-સરકારોના ખોટા વચનો યાદ અપાવ્યા હતા. ગ્રેટા થનબર્ગે આ દરમિયાન ‘Blah..Blah..Blah..’ કહીને નેતાઓને ઘેર્યા હતા. ગ્રેટાનું આ ભાષણ હવે સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહ્યું છે. હકીકતે ગ્રેટાએ કહ્યું હતું કે, નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ફક્ત વાતો કરી છે અને કોઈ જ એક્શન નથી લીધી.
ગ્રેટાએ જણાવ્યું કે, આપણે લોકોએ આશા ન છોડવી જોઈએ અને તે માટે કામ કરતા રહેવું જોઈએ. આ દરમિયાન ગ્રેટાએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંની મજાક ઉડાવી હતી.
આ 3 નેતાઓના કોઈને કોઈ નિવેદનનો ઉલ્લેખ કરીને ગ્રેટા થનબર્ગે કહ્યું હતું કે, આપણે ધીમે ધીમે આપણી ઈકોનોમી બદલવી પડશે, આ માટે કોઈ પ્લાન બી નથી. ગ્રેટાએ કહ્યું હતું કે, કોઈ પણ પ્લાન બ્લા..બ્લા...બ્લા નથી હોતો.
ગ્રેટાએ બોરિસ જોનસનના ગ્રીન ઈકોનોમીના નારા અંગે કટાક્ષ કરતા કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો કોઈ રાજકીય એજન્ડા માટે નથી, બિલ્ડ બૈક બેટર...બ્લા...બ્લા...બ્લા કે ગ્રીન ઈકોનોમી બ્લા...બ્લા...બ્લા...
ગ્રેટાના કહેવા પ્રમાણે નેતાઓ ફક્ત વાતો કરે છે અને તેમના પાસે કોઈ એક્શન પ્લાન નથી. ઉલ્લેખનીય છે કે, 18 વર્ષની ગ્રેટા છેલ્લા 2-3 વર્ષથી ક્લાઈમેટ ચેન્જ મુદ્દે સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ છે.
Comments
Post a Comment