Posts

દેશના આ ભાગોમાં 4 દિવસમાં ચોમાસું પહોંચશે, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, IMDની આગાહી

Image
Weather Update: પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. સોમવારે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગોમાં પણ લૂ નો કહેર યથાવત રહ્યો હતો. ત્યારે હવે  ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે ચોમાસું 4 દિવસમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારના ભાગોમાં પહોંચવાની સંભાવના છે. આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આ ઉપરાંત IMDએ ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢમાં ગરમીને જોતા ઉનાળુ વેકેશન 25 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે અને 26મી જૂનથી શાળાઓ ખુલશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આ પછી તે ધીમે ધીમે ઘટી શકે છે. એટલે કે 20 જૂનથી આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે. કયા રાજ્યોમાં હીટવેવ અને ક્યા રાજ્યોમાં વરસાદ? IMD અનુસાર આજે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર અન...

સુપર-8 પહેલા જ ભારતનો આ સ્ટાર બેટર પ્રેક્ટિસ દરમિયાન થયો ઈજાગ્રસ્ત, ફેન્સની ચિંતા વધી

Image
Image : IANS Suryakumar Yadav Injured: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં પ્રવેશી ચૂકી છે, જ્યાં તેની પ્રથમ મેચ બાર્બાડોસમાં 20 જૂને અફઘાનિસ્તાન સામે રમાશે. આ વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડ અને સુપર-8 મેચ વચ્ચે લગભગ એક અઠવાડિયાનો આરામ છે. પરંતુ આ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટર પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. ફિઝિયોએ સૂર્યાને તાત્કાલિક સારવાર આપી ICC વર્લ્ડ T20 રેન્કિંગ નંબર-1 બેટર સૂર્યકુમાર યાદવ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. થ્રોડાઉનનો સામનો કરતી વખતે, બોલ તેના હાથમાં લાગ્યો હતો. આ પછી તરત જ ફિઝિયોએ સૂર્યાને તાત્કાલિક સારવાર આપી. જોકે આ દરમિયાન એક સારી વાત એ હતી કે સૂર્યાની ઈજા બહુ ગંભીર નહોતી. પેઇનકિલર અને સ્પ્રે છાટ્યા બાદ, સૂર્યા ફરીથી ચાર્જ સંભાળ્યો અને બેટિંગ કરી હતી. દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં જોવા મળ્યા જ્યારે સૂર્યા ઈજાગ્રસ્ત થયો ત્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં જોવા મળ્યા હતા. તે સૂર્યા પાસે ઊભા જોવા મળ્યા હતા. આ દરમિયાન દ્રવિડે સૂર્યા અને ફિઝિયો બંને સાથે વાત કરી. નોંધનીય છે...

વડાપ્રધાન મોદી 26 જૂને મૂકશે સ્પીકરના નામનો પ્રસ્તાવ, 27 જૂને રાષ્ટ્રપતિનું અભિભાષણ

Image
Parliament Special Session : દેશમાં ભાજપે એનડીએના સહારે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે હવે લોકસભા અધ્યક્ષ પદની પસંદગી કરવાની બાકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે, જે આઠ દિવસ સુધી યોજાશે. આ દરમિયાન 24 અને 25 જૂને નવા સાંસદોનો શપથગ્રહણ સમારોહ અને 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ દિવસે લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકશે. અધ્યક્ષની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી મંત્રી પરિષદની રજૂઆત કરશે. રાષ્ટ્રપતિ નવા સાંસદોને શપથ લેવડાવશે મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) 27 જૂને અભિભાષણ કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના જોઈન્ટ સત્રને સંબોધીત કરશે. 18મી લોકસભાના પ્રથમ સત્રમાં નવા સાંસદોને શપથ લેવડાવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કર્યા બાદ આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજુ કરશે. નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપ...

મહારાષ્ટ્રમાં બસ અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, સેનાના 2 જવાનોના મોત, 7 લોકો ઈજાગ્રસ્ત

Image
Nagpur Accident: દેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટનાના અવારનવાર સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ગંભીર ઘટના મહારાષ્ટ્રમાં બની છે. રીક્ષા અને બસની ટક્કરમાં બે જવાનોના મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  રીક્ષામાં ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા મહારાષ્ટ્રના નાગપુરમાં ઓટો રીક્ષા અને બસ વચ્ચેની ભયાનક ટક્કર થતાં સેનાના બે જવાનોના મોત થયા છે. જ્યારે છ જવાનો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત નાગપુરના કન્હાન બ્રિજ પર થયો હતો. ઓટો રીક્ષા અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં ઓટો રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઓટો રીક્ષામાં ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા. કામઠીમાં ગાર્ડ રેજીમેન્ટ સેન્ટરના આઠ જવાનો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ઝડપથી આવતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. હાલ નવી કામળી પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે. રીક્ષા ચાલકની હાલત પણ નાજુક આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં રીક્ષા ચાલકની હાલત પણ નાજુક છે. અકસ્માત બાદ ગુસ્...

‘બાળકોને રમખાણો કેમ ભણાવીએ?’, બાબરી મસ્જિદનું ચેપ્ટર હટાવવા મુદ્દે NCERTનો જવાબ

Image
Image Wikipedia NCERT Syllabus Change : ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી 'બાબરી મસ્જિદ'નું નામ હટાવવા સહિત કેટલાક ફેરફારો બાદ NCERT ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીનું નિવેદન સામે આવ્યું છે. પ્રસાદે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અભ્યાસક્રમને ભગવાકરણ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. પાઠ્યપુસ્તકોમાં દરેક ફેરફારો પુરાવા અને તથ્યો પર આધારિત છે. NCERTના પુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું હિંસક NCERTના ધોરણ 12 પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાને લઈને ભગવાકરણના આરોપોને નકારી કાઢતાં NCERTના ડિરેક્ટરે કહ્યું છે, કે ગુજરાતના રમખાણો અને બાબરી મસ્જિદ ધ્વંસ જેવા વિષયો હટાવવામાં આવ્યા છે, કારણ કે રમખાણો વિશે શીખવવાથી નાગરિકોના જીવનમાં હિંસા અને નિરાશા પેદા થઈ શકે છે. તેમણે કહ્યું, 'શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા ઈચ્છીએ છીએ, હિંસક અને હતાશાજનક નહીં. ધૃણા અને હિંસા એ કોઈ શીખવવાના વિષયો નથી, તેના પર આપણા પાઠ્યપુસ્તકોનું કેન્દ્ર ન હોવા જોઈએ. એનસીઈઆરટીના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું...

કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકીઓનો સફાયો! કેન્દ્ર સરકારની હાઈલેવલ બેઠકમાં ઘડાયો પ્લાન

Image
Home Minister Amit Shah And NSA Ajit Doval Meeting : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના આડેધડ ગોળીબાર અને હુમલાઓમાં વધારો થયા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ સુરક્ષા બનાવવા માટે આજે (16 જૂન) નવી દિલ્હીમાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.  સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા નિર્દેશ આ દરમિયાન અમિત શાહે એજન્સીઓને આદેશ આપ્યો છે કે, તેઓ કાશ્મીરનો ‘એરિયા ડોમિનેશન પ્લાન’ અને ‘ઝીરો ટેરર પ્લાન’નો ઉપયોગ જમ્મુમાં પણ કરે. ગૃહમંત્રાલયે બેઠક અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે, મોદી સરકાર આતંકવાદી (Terrorist)ઓનો ખાતમો કરવા નવી રીતોનો ઉપયોગ કરી એક મિસાલ કાયમ કરવા પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે. ‘અમે આતંકવાદને જડમૂળથી દૂર કરવા પ્રતિબદ્ધ’ તાજેતરની ઘટનાઓ દર્શાવે ...

VIDEO: હિંસાગ્રસ્ત મણિપુરથી મોટા સમાચાર, મુખ્યમંત્રીના ઘરની નજીક ભીષણ આગ લાગી

Image
Manipur Fire News | હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક આવેલા રાજ્યના સચિવાલયની નજીકમાં જ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. મણિપુરમાં અત્યાર સુધી હિંસામાં મોતનો આંકડો 200ને પાર  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે આગ લાગવાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરની આગની ઘટનામાં ઘર અને સરકારી ઈમારતો પણ લપેટમાં આવતા રાખ થઈ ગયા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામમાં હિંસાનો નવો દોર શરૂ થયો છે.