‘બાળકોને રમખાણો કેમ ભણાવીએ?’, બાબરી મસ્જિદનું ચેપ્ટર હટાવવા મુદ્દે NCERTનો જવાબ

Image Wikipedia

NCERT Syllabus Change : ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી 'બાબરી મસ્જિદ'નું નામ હટાવવા સહિત કેટલાક ફેરફારો બાદ NCERT ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીનું નિવેદન સામે આવ્યું છે. પ્રસાદે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અભ્યાસક્રમને ભગવાકરણ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. પાઠ્યપુસ્તકોમાં દરેક ફેરફારો પુરાવા અને તથ્યો પર આધારિત છે.

NCERTના પુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું હિંસક

NCERTના ધોરણ 12 પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાને લઈને ભગવાકરણના આરોપોને નકારી કાઢતાં NCERTના ડિરેક્ટરે કહ્યું છે, કે ગુજરાતના રમખાણો અને બાબરી મસ્જિદ ધ્વંસ જેવા વિષયો હટાવવામાં આવ્યા છે, કારણ કે રમખાણો વિશે શીખવવાથી નાગરિકોના જીવનમાં હિંસા અને નિરાશા પેદા થઈ શકે છે. તેમણે કહ્યું, 'શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા ઈચ્છીએ છીએ, હિંસક અને હતાશાજનક નહીં. ધૃણા અને હિંસા એ કોઈ શીખવવાના વિષયો નથી, તેના પર આપણા પાઠ્યપુસ્તકોનું કેન્દ્ર ન હોવા જોઈએ.

એનસીઈઆરટીના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્તકોમાં ફેરફાર દર વર્ષે કરવામાં આવે છે અને આ વખતે કરવામાં આવેલો ફેરફાર પણ એ જ સુધારાનો એક ભાગ છે. શાળાઓમાં ઈતિહાસને તથ્યોની માહિતી આપવા માટે ભણાવવામાં આવે છે, તેને યુદ્ધનું મેદાન બનાવવા માટે નહી.

અભ્યાસક્રમમાં કરવામાં આવેલા સુધારા પર ઉઠી રહેલા સવાલો પર સકલાનીએ સંકેત આપ્યો કે NCERT પુસ્તકોના અભ્યાસક્રમમાં 1984ના રમખાણોનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ તેને લઈને પણ આટલો હોબાળો કરવામાં નથી આવ્યો.

શું છે NCERTના અભ્યાસક્રમનો મામલો?

નોંધનીય છે કે, આ વખતે NCERTએ ફરીથી અભ્યાસક્રમ અપડેટ કર્યો છે, અને તેમાંથી કેટલીક વસ્તુઓ હટાવી લેવામાં આવી છે, ખાસ કરીને બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું છે. 12મા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં બાબરી મસ્જિદને બદલે 'ત્રણ ગુંબજ સ્ટ્રક્ચર' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ અયોધ્યા કેસનો ઉલ્લેખ 4 પેજમાં કરવામાં આવ્યો હતો, જે ઘટાડીને બે પેજ કરવામાં આવ્યો છે અને અયોધ્યા વિવાદને બદલે અયોધ્યા વિષય કરી દેવામાં આવ્યો છે. 

અપડેટ કરાયેલ પાઠ્યપુસ્તકમાંથી હુમાયુ, શાહજહાં, અકબર, જહાંગીર અને ઔરંગઝેબ જેવા મુઘલ નવાબોની સિદ્ધિઓનું વિવરણ આપતાં બે પાનાનું ટેબલ પણ હટાવી દેવામાં આવ્યું છે.  અપડેટ કરાયેલ પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

નવા પુસ્તકમાં આ પ્રમાણેના ફેરફાર કરવામાં આવ્યાં

NCERTના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનો ઉલ્લેખ હટાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે તે જગ્યા પર રામ મંદિર બનાવવાનો નિર્ણય સંભળાવ્યો હતો, જ્યાં ડિસેમ્બર 1992માં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા પહેલા વિવાદિત માળખું ઊભું હતું. એ પછી મંદિરનું નિર્માણનું કામ શરુ કરવામાં આવ્યું અને તેને 22 જાન્યુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મૂર્તિની પ્રાણ- પ્રતિષ્ઠા કરી હતી. 

NCERT ડાયરેક્ટરે આજે એક ઈન્ટરવ્યુમાં પુછવામાં સવાલ પર જવાબ આપતાં કહ્યું કે, “જો સુપ્રીમ કોર્ટે રામ મંદિર, બાબરી મસ્જિદ કે રામ જન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપ્યો છે, તો શું તેને આપણા પાઠ્યપુસ્તકોમાં સામેલ ન કરવો જોઈએ, તેમાં શું વાંધો હોઈ શકે છે? અમે તેમા નવા અપડેટ ઉમેર્યા છે. જો આપણે નવી સંસદનું નિર્માણ કર્યું છે, તો શું અમારા વિદ્યાર્થીઓને તેની જાણ ન હોવી જોઈએ, પહેલાનો વિકાસ અને હાલના વિકાસને સામેલ કરવો એ અમારી ફરજ છે."

આ ઉપરાંત NCERTના નવા પુસ્તકમાં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની ભાજપની 'રથયાત્રા', કાર સેવકોની ભૂમિકા, બાબરી મસ્જિદના ધ્વંસ પછીની સાંપ્રદાયિક હિંસા, ભાજપ શાસિત રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યામાં ભાજપની અયોધ્યામાં થયેલી ઘટનાઓને પણ આવરી લેવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો