ઉત્તરાખંડની સેટેલાઈટ તસવીરે વધાર્યું સરકારનું ટેન્શન, 13 નવા ગ્લેશિયર બન્યા હોવાનો ખુલાસો
દહેરાદૂન, 27 જૂન,2024, શુક્રવાર
કેદારનાથધામમાં વર્ષ ૨૦૧૩માં આવેલી ભયાનક આફતમાંથી બોધપાઠ લઇને ગ્લેશિયરોની સ્થિતિ પર વૉચ રાખવામાં આવે છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે કુલ ૧૩ નવા ગ્લેશિયર સરોવર બન્યા છે. સરકારને આ અંગેની જાણકારી સેટેલાઇટ દ્વારા મળી છે. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ૨ જુલાઇ પછી ગ્લેશિયર સરોવરનો અભ્યાસ કરવા માટે જવાની છે જેથી કરીને સમગ્ર પરિસ્થિતિ જાણી શકાય અને ભવિષ્યની કોઇ આફતને ટાળી શકાય.
ખાસ કરીને પિથોરાગઢ જિલ્લામાં દારમા,લાસરયંગતી,કુટીયંગતી ઘાટી અને ચમોલી જિલ્લાનો ધોલી ગંગા બેસિનની વસુંધરા તાસ ઝીલ સૌથી હાઇ રિસ્કમાં છે. સરકારે નવા બનેલા ૧૩ ગ્લેશિયરને ખૂબજ ગંભીરતાથી લીધા છે. જો આ ગ્લેશિયરમાં પાણી વધારે હશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
જો વધુ પાણી જણાશે તો તેેને ડિસ્ચાર્જ કરવા માટે પાઇપો નાખવામાં આવશે.નિષ્ણાતોની ટીમ ગ્લેશિયરની નજીક જઇને મૂલ્યાંકન કરશે ત્યારે જ હકિકત પરિસ્થિતિ ધ્યાનમાં આવશે. તળાવની સાઇઝ અને ઉંડાઇ કેટલી છે તેના આધારે પાણીના જથ્થા વિશે જાણી શકાશે. પિથોરાગઢમાં કુલ ૪ ગ્લેશિયર સરોવર બન્યા છે જેને જોખમી શ્રેણીમાં ગણવામાં આવી રહયા છે.
Comments
Post a Comment