દેશના 9 રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસનું એલર્ટ


IMD Weather Forecast : દેશના નવ રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ રાજ્યોમાં શરૂઆતના વરસાદમાં જ જનજીવન પર અસર પડી પડી છે. મેદાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાતા પરિસ્થિતિ વણસી છે. દિલ્હી-એનસીઆરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાયા બાદ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાના કારણે અનેક સ્થળો પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હજુ પણ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMDના નવા અપડેટ મુજબ આગામી બે દિવસમાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ જુઓ : લોનાવાલાનો ખોફનાક VIDEO : પાણીમાં તણાયો આખો પરિવાર, ત્રણના મોત, બે બાળકો ગુમ

દિલ્હીમાં ભારે વરસાદની આગાહી

ભારતી હવામાન વિભાગ ઉપરાંત અન્ય હવામાન એજન્સીઓએ પણ એનસીઆરના બલ્લભગઢ, બાવલ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડીની આગાહી મુજબ દિલ્હી સિવાય ફરીદાબાદ, ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ જુઓ : VIDEO-મથુરામાં ઓવરહેડ ટાંકી ધરાશાયી, બે લોકોના મોત, ઘણા લોકો ઘાયલ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘસવારી

ગુજરાતની વાત કરીએ તો, અહીં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની સવારી જોવા મળી છે. રાજ્યના અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો. સતત પાંચ કલાકના વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે વરસાદના કારણે શેલાના પશ્ચિમ વિસ્તારમાં રોડ પર ખાડા પડી ગયા હતા, તો બીજીતરફ ગાંધીનગર સહિત અનેક સ્થળોએ ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે.

આ પણ જુઓ : VIDEO-અમદાવાદનાં શેલામાં બસ સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો

ગુજરાતમાં પાંચ દિવસનું અલર્ટ

ગુજરાતમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડીના વિજ્ઞાની પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર : સેક્ટર-2માં મસમોટા ભુવામાં કાર ગરકાવ, લોકોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો

27 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની વકી છે.

આ પણ વાંચો : સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

કયાં રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ, જુઓ આગાહી

  • સૌરાષ્ટ્ર, કચ્છ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠાના જુદા જુદા ભાગોમાં આવતીકાલે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
  • પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધવાન પરિસ્થિતિઓ અનુકુળ જોવા મળી રહી છે.
  • હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજથી ત્રણ જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
  • કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકનો દરિયાકાંઠો, કોંકણ, ગોવા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
  • બિહારમાં આજથી બે જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડવાની વકી છે.
  • આગામી ચાર દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, વીજળી અને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
  • 30 જૂને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.
  • મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો