28 બોલમાં 27 રન જ દૂર હતી દ.આફ્રિકા, વિકેટ પણ 6 બાકી હતી, તેમ છતાં આ રીતે વર્લ્ડ કપ ગુમાવ્યું

IND vs SA T20 World Cup 2024

IND vs SA Final Highlights, T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ કપનો ખિતાબ જીત્યો છે. આ મેચમાં એટલી રસપ્રદ હતો કે ભારતે હારેલી મેચ જીતી લીધી હતી. કારણ કે, એક સમય એવો આવ્યો જ્યારે દક્ષિણ આફ્રિકાને 28 બોલમાં માત્ર 27 રન બનાવવાના હતા અને તેની 6 વિકેટ પણ બાકી હતી. એવું લાગી રહ્યું હતું કે આ મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે. પરંતુ ત્યારપછી ભારતીય બોલરોએ ધમાકેદાર વાપસી કરીને મેચને દક્ષિણ આફ્રિકા પાસે છીનવી લીધી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી અને 12 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર રીઝા હેન્ડ્રીક્સ અને કેપ્ટન એડન માર્કરમ માત્ર 4-4 રન બનાવીને આઉટ થયા હતા. ક્વિન્ટન ડી કોક અને ટ્રીસ્ટન સ્ટબ્સે 38 બોલમાં 58 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી હતી. પરંતુ નવમી ઓવરમાં અક્ષર પટેલે આ જોડીને તોડી નાખી હતી અને સ્ટબ્સ 31 રન બનાવીને આઉટ થયો હતો.

અર્શદીપે ડી કોક અને ક્લાસેનની જોડી તોડી હતી

ડી કોકે હેનરિક ક્લાસેન સાથે મળીને 36 રન જોડ્યા અને ટીમને 100 રનથી આગળ લઈ ગયા. પરંતુ જ્યારે ડી કોક અને ક્લાસને સ્પિનરો સામે પગ મૂક્યો ત્યારે રોહિતે ઝડપી બોલર અર્શદીપ સિંહનો ઉપયોગ કર્યો. આવી સ્થિતિમાં ડી કોક તેમની જાળમાં ફસાઈ ગયો અને પેવેલિયન ભેગો થયો. જ્યારે ક્લાસને બેટિંગ શરૂ કરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે મેચ ભારતના હાથમાંથી નીકળી જશે. હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પોતાની ટીમને 151ના સ્કોર સુધી પહોંચાડી હતી. કરોડો ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા અને એવું લાગી રહ્યું હતું કે હવે ભારત મેચ હારી જશે. 

આ વણ વાંચો: સૂર્યાનો શાનદાર કેચ, બુમરાહ-પંડ્યા-અર્શદીપની ધારદાર બોલિંગ, આ 5 કારણોથી ભારત ચેમ્પિયન બન્યું


17મી ઓવરમાં વિકેટથી ભારતીય ટીમનું મનોબળ વધાર્યું

દક્ષિણ આફ્રિકાની ટીમ જીતની ઘણી નજીક હતી અને તેને જીતવા માટે 28 બોલમાં માત્ર 27 રનની જરૂર હતી. ટીમની છ વિકેટ પણ પડી હતી. હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરની જોડી ક્રીઝ પર હતી. પરંતુ ત્યારપછી ભારતીય બોલરોનો જાદુ ચાલ્યો અને 17મી ઓવરના પહેલા બોલ પર હાર્દિકે ક્લાસેનને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. આ વિકેટ બાદ મેચ ભારતની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું હતું. બુમરાહે 18મી ઓવરમાં યાનસેનને આઉટ કર્યો અને આ પછી મેચ પર ભારતની પકડ મજબૂત બની. ત્યારબાદ 19મી ઓવર નાખવા આવેલા અર્શદીપે ભલે વિકેટ ન લીધી હોય પરંતુ તેમણે માત્ર 4 રન આપ્યા. જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પર દબાણ વધી ગયું હતું.

સૂર્યકુમારે છેલ્લી ઓવરમાં જોરદાર કેચ પકડ્યો

હવે જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને ડેવિડ મિલર અને કેશવ મહારાજની જોડી ક્રિઝ પર હતી. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર ફેંકી હતી. પંડ્યાએ મિલરને પહેલા જ બોલ પર લોંગઓફ પર કેચ કરાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે ખૂબ જ શાનદાર કેચ પડ્યો હતો. મિલર આઉટ થતાં જ દક્ષિણ આફ્રિકાનું મનોબળ તૂટી ગયું હતું. આ ઓવરમાં પંડ્યાએ 8 રન આપીને બે વિકેટ ઝડપી હતી અને પછી થોડી જ વારમાં ટીમ 7 રનથી હારી ગઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે