NEETમાં ગરબડ, NETનું પેપર લીક, તો હવે આ પરીક્ષા મોકૂફ: NTAએ કહ્યું- સંસાધનની છે અછત


CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન NTA દ્વારા કરવામાં આવે છે. આગામી 25 તારીખથી 27 તારીખ સુધી પરીક્ષા થવાની હતી. જોકે આજે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સંશાધનોની અછત હોવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે. 

 

હેલ્પ ડેસ્કનું નિર્માણ કરાયું 

NTAએ વિદ્યાર્થીની મદદ માટે હેલ્પડેસ્ક બનાવી છે અને હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે જેના પર ફોન કરીને લોકો મૂંઝવણ દૂર કરી શકે છે. આ સિવાય વેબસાઇટ પર પણ આગામી અપડેટ્સ આપવામાં આવશે. હેલ્પલાઈન નંબર:  011-40759000

UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું 

નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું. 

NEET ની પરીક્ષામાં ગરબડ, સરકાર સામે ઉઠતાં સવાલ 

બીજી તરફ NEET પેપર લીકને લઈને દેશમાં ઘમાસાણ મચી ગયો છે. તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં ઘણા મોટા માથા પણ સંડોવાયેલા હોવાનું પણ ખૂલ્યું છે. NEET પરીક્ષા મુદ્દે બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે હાલ તો કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. જોકે કોર્ટે કહ્યું હતું કે જો પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ સહિત બધુ જ રદ માનવામાં આવશે. વિપક્ષ દ્વારા પણ આ મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ પણ કરવામાં આવી રહી છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો