ભાજપને પાડોશી રાજ્યમાં આ ભૂલો ભારે પડી, જવાબદારી સ્વીકારનારા ડે.CMએ જણાવ્યાં કારણો


Lok Sabha Elections Result 2024 | મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં જોરદાર પરાજયનો સામનો કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્વીકાર્યું છે કે ચૂંટણી દરમિયાન ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે સંકલનનો અભાવ હતો. આ ઉણપને દૂર કરીને તે ફરીથી મેદાનમાં ઉતરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

સંકલનના અભાવની કબૂલાત 

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ દેવેન્દ્ર ફડણવીસ ભાજપના ધારાસભ્યોને સંબોધિત કરી રહ્યા હતા. બેઠકમાં બોલતા તેમણે સ્વીકાર્યું કે ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. તેની અમે નોંધ લીધી છે પરંતુ તેના વિશે જાહેરમાં બોલવાની જરૂર નથી. અમે અમારા મૈત્રીપૂર્ણ પક્ષોના નેતાઓને જાણ કરી છે કે કયા ધારાસભ્યોના વિસ્તારોમાં સંકલનનો અભાવ છે.

ફડણવીસે કહ્યું કે ક્યારેક હાર પણ થાય 

ફડણવીસે કહ્યું કે ક્યારેક હાર પણ થાય છે. પરંતુ હારનો દોષ એકબીજા પર ન ઢોળવો જોઈએ. ફડણવીસે કહ્યું કે મરાઠા સમુદાયની નારાજગી વિશે મરાઠાવાડામાં પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન મરાઠા સમુદાયને બંને વખત આરક્ષણ આપવામાં આવ્યું હતું. 1980થી મરાઠા આરક્ષણનો વિરોધ કરનારાઓને જ મરાઠા સમુદાય મત આપી રહ્યો છે તેનો અર્થ આ જ નીકળે છે. પણ આ ભ્રમ લાંબો સમય નહીં ચાલે.

અમને 44 ટકા વોટ મળ્યાં 

ફડણવીસે કહ્યું કે આ ભ્રમણા ફેલાવીને વિપક્ષી પાર્ટીઓએ અમુક અંશે સફળતા મેળવી છે. પરંતુ અમને 44 ટકા વોટ પણ મળ્યા છે. અમે માત્ર એક ટકા મતથી પાછા પડ્યા. જો અમને માત્ર દોઢ ટકા વધુ મત મળે તો અમે વિધાનસભાની ચૂંટણી જીતી શકીશું.

ફડણવીસે ઠાકરે પર નિશાન સાધ્યું

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી કરતાં, ફડણવીસે કહ્યું કે તેમણે સહાનુભૂતિની કહાણી બનાવી છે. તેમ છતાં તેમને મરાઠી લોકોના મત ન મળ્યા અને તેમની પાર્ટી થાણેથી કોંકણ સુધી બરબાદ થઈ ગઈ. આ વિસ્તારમાં તેમને એક પણ બેઠક મળી નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે