NEET પેપર લીક બાદ સરકાર એક્શનમાં, NTAના DG સુબોધ કુમારની હકાલપટ્ટી


સુબોધ કુમારને પદ પરથી હટાવાયા 

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચીફ સુબોધ કુમારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. NEET અને NET ની પરીક્ષામાં ગરબડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુબોધ કુમારની જગ્યાએ હવે IAS પ્રદીપ સિંહ ખરોલા NTAના વડા તરીકેની જવાબદારી નિભાવશે. પ્રદીપ સિંહ ખરોલા કર્ણાટક કેડરના IAS રહ્યા છે. 

સતત દબાણમાં હતી સરકાર 

હાલમાં જ NEET પેપર લીક તથા UGC-NET ની પરીક્ષાઓના પ્રશ્ન પત્ર ફૂટી જવાના કારણે NTA સામે સતત સવાલો કરવામાં આવી રહ્યા હતા. વિપક્ષ દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ દેશભરમાંથી વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું 

નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું. 

NEET ની પરીક્ષામાં ગરબડ, સરકાર સામે ઉઠતાં સવાલ 

બીજી તરફ NEET પેપર લીકને લઈને દેશમાં ઘમાસાણ મચી ગયો છે. તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં ઘણા મોટા માથા પણ સંડોવાયેલા હોવાનું પણ ખૂલ્યું છે. NEET પરીક્ષા મુદ્દે બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે હાલ તો કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. જોકે કોર્ટે કહ્યું હતું કે જો પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ સહિત બધુ જ રદ માનવામાં આવશે. વિપક્ષ દ્વારા પણ આ મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ પણ કરવામાં આવી રહી છે. 

કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું NTA? 

વર્ષ 2017માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષામાં પ્રવેશ માટે એક અલગ સ્વાયત્ત એજન્સીનું ગઠન કરવામાં આવ્યું. પ્રવેશ પરીક્ષાઓનું આયોજન સારી રીતે કરાવવા માટે સરકાર દ્વારા NTAની સ્થાપના કરવામાં આવી હતી. 1 માર્ચ 2018ના રોજ NTA અસ્તિત્વમાં આવ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો