શિવસેનાએ RSS અને ભાગવતના કર્યા ભરપુર વખાણ, મોદી-શાહ-નડ્ડા પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું


Shiv Sena Attack On PM Narendra Modi : લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપને બહુમતી ન મળતા, ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ (Congress)ની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance) અને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના સાથી પક્ષ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને મોહન ભાગવતના ભરપુર વખાણ કરવાની સાથે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)ની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. સામના લેખમાં કહેવાયું છે કે, મોદી-શાહની જોડીએ ‘સંઘનો ઉપયોગ કરો અને ફેંકી દો’ બતાવી દીધું છે. આ ઉપરાંત લેખમાં આરએસએસના સ્વયંસેવકોની વર્ષો જૂન મહેતનના પણ વખાણ કરવામાં આવ્યા છે.

સંઘના સ્વયંસેવકોએ મહેનત કર્યા બાદ ભાજપ સફળ થઈ

શિવસેનાના મુખપત્રમાં લખાયું છે કે, શું મોહન ભાગવતે ઝાટકણી કાઢ્યા બાદ ભાજપનું વર્તમાન ચરિત્ર બદલાશે? તેમાં મોહન ભાગવત  (Mohan Bhagwat)ના નિવેદનનો ઉલ્લેખ કરી કહેવાયું છે કે, જનસેવક કોણ છે અને જન સેવાના નામે અહંકારને કોણ પોષી રહ્યું છે? સંઘ ભાજપ (BJP)નું માતૃ સંગઠન છે. સંઘના સ્વયંસેવકોની આકરી મહેનતના કારણે જ ભાજપ વર્તમાન સ્થિતિમાં પહોંચી શક્યું છે. સંઘ ત્યાં પહોંચી ગયું છે, જ્યાં ભાજપ પહોંચી શકતી નથી. સંઘના સ્વયંસેવકોએ ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તર-પૂર્વના અંતરિયાળ રાજ્યો, આ દુર્ગમ વિસ્તારોમાં અથાગ મહેનત કર્યા બાદ ભાજપ સફળ થઈ શકી છે.

મોદી-શાહની જોડીએ બતાવ્યું કે, સંઘનો અર્થ ‘ઉપયોગ કરો અને ફેંકી દો’

મુખપત્ર ‘સામના’માં આરએસએસના ભરપુર વખાણ કરી લખાયું છે કે, સંઘે અરુણાચલ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, આસામ જેવા રાજ્યોમાં પણ કામ કર્યું. સંઘ ઝારખંડ, છત્તીસગઢના જંગલ વિસ્તારોમાં છે. મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સંઘના નિર્માણના કારણે જ ભાજપને 100 ટકા સફળતા મળી છે, પરંતુ છેલ્લા દસ વર્ષમાં મોદી-શાહે સંઘનો ઉપયોગ માત્ર રાજકીય લાભ માટે કર્યો. મોદી-શાહની જોડી પર પ્રહાર કરતા શિવસેનાએ લખ્યું છે કે, આ વેપારી જોડીએ બતાવ્યું છે કે સંઘનો અર્થ ‘ઉપયોગ કરો અને ફેંકી દો’ નહીં તો ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પાસે એવું કહેવાની હિંમત નહોતી કે અમને સંઘની જરૂર નથી. શિવસેનાએ લખ્યું છે કે, તેમને આ નિવેદન કરવાની પ્રેરણા મોદી-શાહ પાસેથી મળી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે