અમદાવાદને વરસાદે ધમરોળ્યું, મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Rain - File pic

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સોમવારે (24 જૂન) મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી તેમજ બફારથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. જો કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે. 

અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે  વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાય ગયા હતા.

100 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો

નોંધનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા હવે ચોમાસું ધીરે ધીરે અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આજે (25 જૂન) દાહોદ, છોટા ઉદેપુરમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો બુધવારે (26મી જૂન) બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓને અપાયું એલર્ટ

હવામાન વિભાગે આગમી દિવસોમાં વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. જેમાં દેવભૂમી દ્વારકા, જામનગર, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, દીવ, ભાવનગર, ડાંગ, નવસારી, તાપીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી તેમજ મહિસાગર જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

<="" p="">

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો