દિલ્હીમાં મેઘતાંડવ: અંડરપાસમાં ડૂબી જવાથી ત્રણના નિધન, અત્યાર સુધી 12 લોકોએ ગુમાવ્યા જીવ

Delhi Heavy Rain

Delhi Heavy Rain : દિલ્હીમાં ભારે વરસાદને લઈને અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે દિલ્હીના લોકો. સતત વરસાદી માહોલ રહેતા દિલ્હીમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઈ છે. શહેરના વિવિધ અંડરપાસમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોની તેમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ગત શનિવારના દિવસે સિરાજપુર અંડરપાસમાં બે બાળકોનું ડૂબી જવાથી મોત થયુ હતુ. જ્યારે અન્ય વિસ્તાર ઓખલામાં આવેલા અંડરપાસને ઓળંગી રહેલા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ દિલ્હીમાં ભારે વરસાદી સ્થિતિમાં કુલ 12 જેટલા વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

શહેરમાં વરસાદનું પ્રમાણ સતત ચાલુ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ હતુ. આ સાથે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ નીચાણ વાળા વિસ્તારોને સતર્ક રહેવા હવામાન વિભાગે સૂચના આપી હતી. 

અંડરપાસમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ત્રણના મોત

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે, સિરાજપુર અંડરપાસમાં 12 વર્ષના બાળકની ડૂબ્યા હોવાની ખબર મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેવામાં અંડરપાસમાં 2.5થી 3 ફૂટ જેટલુ પાણી ભરાયેલું હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવતા, બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત, ઓખલા અંડરપાસમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી નિધન થતા પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કુલ 12 જેટલાં લોકોના મૃત્યુ નીપજ્યાં

રાજધાની દિલ્હીમાં અતિશય વરસાદના કારણે અનેક જગ્યાએ બહોળા પ્રમાણમાં પાણી ભરાય છે. પોલીસે જણાવ્યુ કે, ન્હાવા જતા પાણીમાં ડૂબી જવાથી મોત થવાના આંકડાઓ સામે આવી રહ્યા છે. જોકે, પોલીસે CRPC 174 લાગુ કરી કાર્યવાહી હાથ ધરી છે. આમ હાલ દિલ્હીમાં અત્યારસુધી કુલ 12 જેટલાં લોકોના મૃત્યુ નીપજ્યાં છે.

બેઝમેન્ટ પડવાથી 3 મજૂર અને કરંટ લાગવાથી 2 નાં મોત

શહેરના કિરાડી વિસ્તારમાં લોખંડના ખંભા અડવાથી એક યુવકનું મોત થયું હતુ. બીજી બાજુ,  રોહિણી વિસ્તારમાં વિજળીના તારના સંપર્કમાં આવતા 39 વર્ષના વ્યક્તિનુ નિધન થયુ હતુ. જ્યારે વસંત વિહારમાં ઈમારતનું બેઝમેન્ટ પડવાથી 3 મજૂર મૃત્યુ પામ્યા હતા. 

એરપોર્ટની છતનો ભાગ પડવાથી ડ્રાઈવરનું મોત

દિલ્હીમાં ભારે વરસાદને પગલે અનેક દુર્ઘટના ઘટી છે. ત્યારે દિલ્હીના એરપોર્ટની છતનો એક ભાગ ગાડી પર પડતા કેબ ડ્રાઈવરનું મોત થયુ હતુ. 

88 વર્ષમાં દિલ્હીમાં જૂન મહિનામાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાનો રેકોર્ડ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત, આગામી 4 દિવસ ઓરેંજ એલર્ટ જારી કર્યો છે. તેમજ, આગામી 6 દિવસ માટે મૌસમ ખરાબ રહેશે તેવુ જણાવ્યુ હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો