અમરનાથ યાત્રા વચ્ચે મોટી ઘટના, જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડ, 12 શકમંદોની ધરપકડ


Jammu and Kashmir News |  જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવા સમયે રિયાસીમાં એક મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ત્રણ શકમંદોની અટકાયત કરાઈ છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બીજીબાજુ રિયાસીમાં આતંકી હુમલા મુદ્દે એનઆઈએએ પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા અને જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ પણ શરૂ કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં હજુ તો શનિવારથી પારંપરિક અમરનાથ યાત્રા શરૂ થઈ છે તેવામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના રઈસી જિલ્લામાં કેટલાક અજાણ્યા લોકોએ રવિવારે એક મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક હિન્દુ અને મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રિયાસીના એેએસપી મોહિતા ઈફ્તેખારે કહ્યું કે, આ મંદિર ધર્માડી વિસ્તારમાં સ્થિત છે. મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના કારણે તણાવ ફેલાતા પોલીસે એસઆઈટીની રચના કરી ૧૨ લોકોની અટકાયત કરી હતી જ્યારે નાયબ પોલીસ કમિશનર વિશેષ પૌલ મહાજને દેખાવકારોને ગુનેગારો સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપતા વાતાવરણ શાંત થયું હતું. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે. મંદિરમાં તોડફોડ પછી દેખાવો કરી રહેલા સ્થાનિક લોકોએ કહ્યું કે, આ જિલ્લામાં વર્ષો જૂના ભાઈચારામાં ભંગાણ પડાવવા અને સ્થાનિક સ્તરે વાતાવરણ ડહોળવા માટે આ તોડફોડ કરાઈ છે, પરંતુ વિકાસની કામગીરીને નુકસાન પહોંચાડીને હિન્દુ-મુસ્લિમોના ભાઈચારામાં અવરોધો ઊભા કરવાના પ્રયત્નોને અમે સાંખી નહીં લઈએ. 

દરમિયાન રિયાસીમાં શિવ ખેરા જતી શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલાની ઘટનામાં તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ રવિવારે પાંચ સ્થળો પર દરોડા પાડયા હતા અને તલાશી લીધી હતી. વધુમાં એનઆઈએએ જપ્ત કરાયેલી વસ્તુઓની પણ તપાસ હાથ ધરી છે. ગૃહમંત્રાલયના આદેશ પછી ૧૫ જૂને એનઆઈએએ આ કેસની તપાસ શરૂ કરી છે. એનઆઈએએ હાઈબ્રિડ આતંકીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે સંકળાયેલા પાંચ સ્થળોની તલાશી લીધી હતી.

રિયાસીના એસએસપી મોહિતા શર્માએ કહ્યું કે, રાજૌરીમાં હાકમ ખાન ઉર્ફે હાકિમ દીને આપેલી માહિતીના આધારે એનઆઈએએ દરોડા પાડયા હતા. હાકીમ દિને આતંકીઓને આશરો આપવાની સાથે માલસામાન અને જીવિકા પણ પૂરા પાડયા હતા. હાકિમ દીનની ૧૯ જૂને ધરપકડ કરાઈ હતી. તે આતંકી સંગઠનનો સભ્ય છે. આતંકીઓએ આશરો આપવા બદલ તેને રૂ. ૬,૦૦૦ આપ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો