ઘણીવાર સરકારો માત્ર 1 દિવસ ચાલે છે, રાહ જુઓ I.N.D.I.A. ની સરકાર બનશે : મમતાના ચાબખાં


Lok Sabha Elections Result 2024 | લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે તૃણમુલ કોંગ્રેસનો દેખાવ સારો જોવા મળ્યો. આ સ્થિતિ વચ્ચે આત્મવિશ્વાસમાં આવેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટૂંક સમયમાં કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાના સંકેતો આપ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ક્યારેક સરકાર માત્ર એક દિવસ પુરતી જ ટકતી હોય છે.  

કેન્દ્રમાં ગઠબંધનવાળી એનડીએ સરકાર રચાવા જઇ રહી છે. જેને ટાંકીને મમતાએ આ ટોણો માર્યો હતો. મમતાએ કહ્યું હતું કે અમારો પક્ષ હાલમાં રચાવા જઇ રહેલી એનડીએની સરકારના શપથ સમારોહમાં સામેલ નહીં થાય કેમ કે આ સરકાર લોકશાહી વિરુદ્ધ અને ગેરકાયદે રીતે રચાવા જઇ રહી છે. 

ભાજપ પર કટાક્ષ કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે જે લોકો 400 પારની વાતો કરી રહ્યા હતા તેઓ બહુમત પણ ના મેળવી શક્યા. એવુ ના વિચારશો કે ઇન્ડિયા ગઠબંધને સરકાર બનાવવાનો દાવો નથી કર્યો એટલે હવે કઇ નહીં થઇ શકે. અમે રાહ જોઇ રહ્યા છીએ કેમ કે સ્થિતિ ગમે ત્યારે પલટાઇ શકે છે. હાલ જે સરકાર રચાઇ રહી છે તેને થોડા દિવસ ચાલવા દો, એવુ પણ બને છે કે સરકારો માત્ર થોડા દિવસ જ ચાલતી હોય છે. ટૂંક સમયમાં નવી ઇન્ડિયા સરકાર રચાશે. કઇ પણ થઇ શકે છે, શું ખબર આ એનડીએ સરકાર માત્ર 15 દિવસ જ ચાલે. 

લોકસભાની ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમત નથી મળી, હાલ ભાજપ પોતાના સાથી પક્ષોની સાથે મળીને સરકાર બનાવવા જઇ રહી છે. જેમાં એક સમયે ભાજપના વિરોધી રહેલા નિતિશ કુમારનો જદ(યુ) અને આંધ્રના ચંદ્રબાબુ નાયડુનો ટીડીપી મહત્વની ભૂમિકામાં છે. નિતિશ કુમાર અગાઉ ઇન્ડિયા ગઠબંધનમાં હતા જોકે બાદમાં તેઓ એનડીએ ગઠબંધનમાં જતા રહ્યા, મમતાએ નિતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનું નામ લીધા વગર સંકેતો આપ્યા હતા કે કઇ પણ થઇ શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે