18 ધારાસભ્યો ઘરવાપસી કરવા તૈયાર! ચૂંટણી પહેલા આ રાજ્યમાં વધ્યું NDAનું ટેન્શન


Maharashtra Politics : શરદ પવારની પાર્ટી (NCPSP)એ ચોંકાવનારો દાવો કર્યા બાદ મહારાષ્ટ્રમાં ફરી મોટી ઉથલપાથલ થઈ શકે છે. છે. પાર્ટીએ દાવો કર્યો છે કે, અજિત પવાર જૂથના ઘણા ધારાસભ્યો અમારી પાર્ટીમાં આવી શકે છે. લોકસભા ચૂંટણીમાં આઠ બેઠકો જીત્યા બાદ NCPSPની હિંમતમાં વધારો થયો છે.

અજિતના 18થી 19 ધારાસભ્યો અમારા સંપર્કમાં : શરદ પવાર

શરદ પવારે (Sharad Pawar) આજે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે, અમારી પાર્ટી છોડીને અજિત પવાર (Ajit Pawar) જૂથમાં સામેલ થનારા 18થી 19 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ ગમેત્યારે અમારી પાર્ટીમાં જોડાઈ શકે છે.

વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ થશે

શરદ પવારે આશા વ્યક્ત કરી છે કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા અજિતના 18-19 ધારાસભ્યો અમારી પાર્ટીમાં જોડાઈ જશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, આ ધારાસભ્યોને અમારી પાર્ટીમાં સામેલ કર્યા પહેલા અમે અમારા સાથી પક્ષોની સલાહ લઈશું અને પછી નિર્ણય લેવાશે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની