પાડોશી રાજ્યમાં ભાજપનું ક્લિન સ્વિપનું સપનું તૂટશે! એક્ઝિટ પોલમાં કોંગ્રેસને જબરદસ્ત ફાયદો
Rajasthan Exit Poll 2024 | મોટાભાગના એક્ઝિટ પોલના સરવે સામે આવી ગયા છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય કે જ્યાં ભાજપે ગત વખતે ક્લિન સ્વિપ કર્યું હતું પરંતુ આ વખતે એવું થતું દેખાતું નથી. એબીપી સી વોટરના સરવેમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનના ખાતામાં રાજસ્થાનમાં કુલ 21-23 બેઠકો આવતી દેખાય છે. જ્યારે 2-4 બેઠકો I.N.D.I.A. ગઠબંધનના ખાતામાં જતી દેખાય છે.
કેટલાક સરવેમાં તો કોંગ્રેસ 5-7 બેઠક જીતે છે
બીજી બાજુ ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલે ભાજપને 16-19 બેઠકો આપી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 5-7 બેઠક આવતી દેખાય છે. જ્યારે અન્યને પણ 1-2 બેઠક મળે તેવી શક્યતા છે. જ્યારે ટાઈમ્સ નાઉ અને ઈટીજીના સરવેમાં રાજસ્થાનમાં ભાજપને 18 અને કોંગ્રેસને 7 બેઠક મળતી દેખાય છે.
ચાણક્ય શું કહે છે?
ન્યૂઝ 24 અને ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ રાજસ્થાનમાં ભાજપને 51 ટકા વોટ સાથે 25માંથી 22 બેઠક મળતી દેખાય છે. તેમાં 3 બેઠકમાં વધઘટની શક્યતા દેખાય છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળવાની આશા છે. જોકે આ તમામ તો હાલ અનુમાન જ છે જ્યારે સાચા પરિણામ તો 4 જૂને જ જાણવા મળશે.
Comments
Post a Comment