સંસદમાં ફરી ભારે હોબાળાની શક્યતા, જાણી લો કયા-કયા મુદ્દે સરકારને ઘેરવાનો વિપક્ષનો છે પ્લાન


Parliament 1st Session Live |  18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. આવતીકાલે એક જુલાઇથી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થશે. 

આવતીકાલથી સંસદમાં નીટ પેપર લીક વિવાદ, અગ્નિપથ યોજના, બેકારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. 

પ્રથમ સપ્તાહમાં પણ વિપક્ષે નીટ પેપર લીક વિવાદ અંગે સરકારની ટીકા કરી હતી. વિપક્ષે હજુ પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરાવવા માગે છે.

આવતીકાલે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચાથી થશે. ભાજપના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર આ ચર્ચાની શરૂઆત કરશે.

જ્યારે ભાજપના સ્વર્ગસ્થ નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત સાંસદ બનેલા બાંસુરી સ્વરાજ પણ આ ચર્ચામાં ભાગ લેશે.

લોેકસભામાં આ ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે. જે મંગળવારે વડાપ્રધાન મોદીના જવાબ સાથે સમાપ્ત થશે. જ્યારે રાજ્યસભામાં ચર્ચા માટે ૨૧ કલાક ફાળવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન બુધવારે સામેલ થઇ શકે છે. 

સંસદના આ સત્રમાં વિભિન્ન મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચાની સંભાવના છે. જે પરથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે સરકાર અને વિપક્ષની વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. નીટ પેપર લીક વિવાદ, અગ્નિપથ યોજના અને મોંઘવારી જેવા મુદ્દાઓ પ્રજાની વચ્ચે ઉંડી ચર્ચાના વિષય બની ગયા છે.

આગામી કેટલાક દિવસોમાં સંસદની કાર્યવાહીમાં સરકાર અને વિપક્ષની પ્રતિક્રિયાઓ દેશના રાજકારણના ભવિષ્યને અસર કરી શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો