રાહુલ ગાંધી સામે કેસ કરનાર ભાજપ નેતાનું વધશે કદ? દિલ્હીમાં દિગ્ગજો સાથે સૂચક મુલાકાત
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તેવામાં મોદી સરકાર 3.0 માં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી. આર. પાલટીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપતા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે હવે સી. આર. પાટીલ બાદ ગુજરાતની કમાન કોણ સંભાળશે તેની ચર્ચા પાર્ટીમાં ચાલી રહી છે. બીજી બાજું, તાજેતરમાં ગુજરાતમાં ભારતીય પાર્ટીની વિસ્તૃત બેઠકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 4-5 જુલાઈના રોજ બોટાદના સાળંગપુર ખાતે પાર્ટીની વિસ્તૃત કારોબારી બેઠક યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્ણેશ મોદીએ દિલ્હીમાં અમિત શાહ અને જે. પી. નડ્ડા સાથે કરી મુલાકાત
બીજી તરફ, સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી કેન્દ્રીય મોવડીમંડળની મુલાકાત કરી રહ્યાં હોય તેવી તસવીરો બહાર આવતા રાજકારણના વાતાવરણમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં આજ રોજ ભાજપના સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુકાલાત કરી હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સાળંગપુર ખાતે 4-5 જુલાઈના રોજ પ્રદેશ કારોબારી બેઠક યોજાવવા જઈ રહી હોવાથી તેની સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ કોને બનાવાશે
એક તરફ ભાજપની કારોબારી બેઠક સાળંગપુર ખાતે યોજાવવા જઈ રહી છે. તો બીજી તરફ, સુરત પશ્રિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ દિલ્હી ખાતે કેન્દ્રીય મોવડીમંડળની મુલાકાત લીધી હતી. જ્યારે હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠક થઈ રહી છે તેવામાં ગુજરાત પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અને પ્રસ્તાવને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. પૂર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડીમંડળમાં મુલાકાતને લઈને રાજ્યમાં યોજાવા જઈ રહેલી કારોબારી બેઠક અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને ભાજપના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપની યોજાતી પ્રદેશ કારોબારી બેઠકમાં ક્યારેય પ્રદેશ પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તેવામાં પૂર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડીમંડળમાં કરેલી બેઠક ગુજરાતના રાજકારણ માટે સૂચક માનવામાં આવી રહી છે.
જાણો, કોણ છે પૂર્ણેશ મોદી
વ્યવસાયે વકીલા કરેતા સુરત પશ્ચિમ સીટ પરના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બી.કોમ અને એલ.એલ.બીનો અભ્યાસ કર્યો છે. 2013માં પહેલી વખત પૂર્ણેશ મોદી વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જેમાં સ્થાનિક ધારાસભ્યના અવસાન બાદ ભાજપે તેમને ટીકીટ આપી હતી. વિશેષમાં જણાવીએ તો, તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. જોકે, ઓગસ્ટ 2022માં પૂર્ણેશ મોદીનું ખાતુ છીનવી લેવાયુ હતુ. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા હતા. આ પછી ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં તેમને મંત્રી પદ આપવામાં આવ્યું ન હતુ. સુરતની મહાનગરપાલિકામાં પૂર્ણેશ મોદી શાસક પક્ષનો નેતા તરીકે ફરજ બજાવી છે. આમ તેઓ શરૂઆતથી ભાજપના સક્રિય નેતા પૂર્ણેશ મોદી વિધાનસભામાં સંસદીય સચીવ તરીકે રહી ચૂક્યા હતા.
સુરત મહાનગરપાલિકામાં 2000થી 2005 સુધી કોર્પોરેટર રહી ચૂકેલાં પૂર્ણેશ મોદીની રાજકીય કારકિર્દીમાં ઘણા બધા વિવાદ અને કેટલાંક નેતાઓ સાથે મતભેદ જોવા મળે છે. સુરત શહેરના ભાજપના પ્રમુખ પણ રહ્યાં છે. આ ઉપરાંત, તેમણે સુરત મહાનગરપાલિકાના સ્ટેડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. આમ તેઓ 2009થી 2012 અને 2013થી 2016 સુધીમાં ભાજપ શહેર પ્રમુખ પદ પર ફરજ નિભાવી હતી.
Comments
Post a Comment