ટ્રોફી જીતતાં જ 'ધ વૉલ' તરીકે જાણીતા ટીમ ઈન્ડિયાના 'ગુરુ'એ લીધી વિદાય, જબરદસ્ત જુસ્સો બતાવ્યો
Image : IANS |
Rahul Dravid Farewell: વિરાટ કોહલી (Virat Kohli)ની મેજિકલ ઈનિંગ અને રોહિત શર્મા (Rohit Sharma)ની શાનદાર કેપ્ટનશીપના દમ પર આઈસીસીના ટ્રોફી માટે ભારતના 11 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. આ સ્ટાર ટીમે અત્યંત રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને T20 વર્લ્ડ કપ (T20 World cup)માં બીજી વખત વિશ્વ વિજેતા બની છે.
'ધ વૉલ' અલગ જ અંદાજમાં સેલિબ્રેશન કર્યું
T20 વર્લ્ડ કપની જીત સાથે, ભારતીય ટીમ (Team India)ના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ (Rahul Dravid)નો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે, જેણે આધુનિક ક્રિકેટ કોચિંગના ભારે દબાણમાં વચ્ચે પણ ગૌરવ અને શાલીનતાથી સફળતા સુધીની સફર બતાવી. જો કે 11 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું ટાઇટલ જીત્યા બાદ 'ધ વૉલ' (The wall) પણ ભાવુક થયા હતા. જેવી જ ફાઈનલના 'પ્લેયર ઓફ ધ મેચ' વિરાટ કોહલીએ દ્રવિડને ટ્રોફી આપી કે તરત જ તેણે પોતાની અંદરની લાગણીઓ વ્યક્ત કરતા જુસ્સાભેર સેલિબ્રેશન કર્યું હતું. એક અલગ જ અંદાજમાં 'ધ વોલ' જોવા મળ્યા હતા. દ્રવિડને આવું કરતા જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે. તેઓ ગેરી કર્સ્ટનની જેમ શાંતિથી કામ કર્યું હતું.
આ પણ વાંચો : આ 5 કારણોથી ભારત ચેમ્પિયન બન્યું
2021માં મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા
કોચ તરીકેના પડકારો આસાન ન હતા, કારણ કે તેમની પાસે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતી ટીમ હતી અને જેમાં જાણીતા સ્ટાર્સ છે. 2021માં શ્રીલંકા સામેની સીમિત ઓવરોની સીરિઝ બાદ જ તેના પડકારો શરૂ થયા હતા. એ જ વર્ષમાં નવેમ્બરમાં તેને સત્તાવાર રીતે ભારતના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના પહેલા, રવિ શાસ્ત્રીના કોચ હેઠળ ભારતે સારું પ્રદર્શન કર્યું હતું, તેથી તેમના પર ટીમને આગળ લઈ જવાની મોટી જવાબદારી હતી.
આ પણ વાંચો : 'હિટમેન' રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિ જાહેર કરી
દ્રવિડ માટે આ કામ હતું પડકારજનક
મેદાન પરના પડકારો ઉપરાંત સુપરસ્ટાર્સથી ભરેલા ભારતીય ડ્રેસિંગ રૂમને હેન્ડલ કરવું પણ ઓછું પડકારજનક ન હતું. તોઓ જાણતા હતા કે નાની બાબત પણ મોટી વાત બનતા વાર નથી લાગતી. પરંતુ દ્રવિડમાં પરિસ્થિતિઓ અને લોકોને હેન્ડલ કરવાની સારી ક્ષમતા છે, જેનો તેણે કોચ તરીકે પૂરો ઉપયોગ કર્યો. તેણે એવું વાતાવરણ બનાવ્યું જેમાં દરેક ખેલાડી ખીલી શકે.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો ઐતિહાસિક વિજય
<="" p="">
Comments
Post a Comment