શેખ હસીના અને PM મોદીની મુલાકાત: 10 મોટા નિર્ણયો પર મહોર, ડ્રેગનનું સપનું તૂટ્યું!
Sheikh Hasina India Visit: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસના ભારતના પ્રવાસ પર આવેલા છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ 10 સમજૂતી થઈ હતી. ભારતે બાંગ્લાદેશના તિસ્તા નદીના સંરક્ષણ વાળા પ્રોજેક્ટમાં રુચિ દર્શાવી છે. આ જ પ્રોજેક્ટ પર ચીન પણ નજર રાખીને બેઠું હતું.
પીએમ મોદીએ કરી મોટી જાહેરાત
બંને દેશોના વડાપ્રધાને વેપાર, ડિજિટલ મુદ્દા અને કનેક્ટિવિટી પર સહયોગ વધારવા મુદ્દે નિર્ણય લીધા હતા. મીડિયા વાતચીતમાં વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું, કે 'ભારતની એક ટીમ તિસ્તા પ્રોજેક્ટમાં જલ્દી જ ઢાકા જશે. તિસ્તા નદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી 54 નદીઓમાંથી એક છે.'
ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ પ્રોજેક્ટ?
ભૌગોલિક, રાજકીય દ્રષ્ટિએ તિસ્તા નદી પ્રોજેક્ટ ભારત માટે ઘણું મહત્વ ધરાવે છે. જો આવા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી વધી જાય તો ભારત માટે તે ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે સંવેદનશીલ ચિકન નેક કોરિડોર તેની એકદમ નજીક જ છે.
કયા મોટા નિર્ણય લેવામાં આવ્યા ?
- ભારત બાંગ્લાદેશના દર્દીઓને સારવાર માટે ઈ-વિઝા આપશે
- રાજશાહી અને કોલકાતા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે
- ચટગાંવ અને કોલકાતા વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવશે
- ગેડે દર્શના અને હલ્દીબાયડી વચ્ચે માલગાડી શરૂ કરવામાં આવશે
- સિરાજગંજ કન્ટેન્ગર ડેપોનું નિર્માણ કરાશે
- નેપાળથી બાંગ્લાદેશને 40 મેગાવોટ વીજળીના નિકાસ માટે યોજના
- બાંગ્લાદેશી પોલીસ અધિકારીઓ માટે 350 પ્રશિક્ષણ સ્ટોલ બનાવવામાં આવશે
- દર્દીઓ માટે મુક્તિજોદ્ધા યોજના શરૂ કરવામાં આવશે
Comments
Post a Comment