સુરતના 2000 કરોડના જમીન કૌભાંડમાં વલસાડનાં કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓક સસ્પેન્ડ


Surat Land Scam : સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાના કૌભાંડ મામલે ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ કૌભાંડ કેસમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓક (Collector Aayush Oak)ને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.


આયુષ ઓકની સુરતથી વલસાડ બદલી થઈ હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લોકસભા ચૂંટણીઓના કારણે એક જગ્યા પર ત્રણ વર્ષ સુધી કામગીરી કરી રહેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેના પગલે આ નિયમને કારણે સુરતના કલેક્ટર આયુષ ઓકની 30મી જાન્યુઆરીએ વલસાડ બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતાં સોપો પડી ગયો છે.


ગુજરાત સરકારે આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઈ ફરમાવી હતી

સુરત જમીન કૌભાંડ મામલે સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ 4 હેઠળ જમીનને માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદિલ કરવામાં આવી હતી. ગણોતિયાને માલિક બનાવવાનું કોઈપણ પ્રકારનું પ્રશુપત્ર પણ ઈશ્યૂ કરવામાં નું આવ્યું હોવા છતાં ગણોતિયાને નામે જમીન ચઢાવી દેવામાં આવી છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને પણ એક ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા ગુજરાત સરકારે તત્કાલિન જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઈ ફરમાવી હતી.

જમીન કૌભાંડમાં આયુષ ઓકનું નામ ખુલ્યું હતું

રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની સત્તા વાસ્તવમાં મહેસૂલ અધિકારીના હાથમાં હોય છે. જમીનમાં નાખ દાખલ કરતાં પૂર્વ અધિકારીએ કારણદર્શક નોટિસ ઈશ્યૂ કરવાની વિધિ પણ ન કરી હોવાનું બહાર આવ્યું છે. તેમ જ ધારાધોરણો પ્રમાણે પુરાવાઓ લીધા વિના જ ગણોતિયાને નામે સરવે નંબર 311-3ની જમીન ચઢાવી દેવામાં આવી છે. ત્યારબાદ 2005ની સાલમાં રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ અને સુગમચંદ શાહને નામે જમીન ચઢાવી દેવામાં આવી હતી. નિયમ મુજબ સરકારી જમીન પર ગણોતિયાનું નામ નહીં. ગણોતધારાની કલમ 4માં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ બીજાની જમીન ખેડતો હોય તો તેને ગણોતિયા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ સરકારી જમીનમાં ખેતી કરવાથી ગણોતિયો બની જાય તે અંગેનો કોઈ જ ઉલ્લેખ કલમ ૪માં કરવામાં આવેલો નથી. પરંતુ સરકારી જમીન પચાવી પાડવા માટે જ કલમ-4નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણોતિયા ધારાની કલમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે. કલેક્ટર આયુષ ઓકે બદલી થવાના એક દિવસ પહેલા ફાઈલને મંજૂર કરી દઈ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો