પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ, પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં હેમખેમ છોડાવ્યા

Gujarat-Police

Kidnapping of Assistant Industries Commissioner of Palanpur: રાજ્યમાં તમે અવાર નવાર અપહરણ અને ખંડણીના કિસ્સા સાંભળતા હશો. પરંતુ હાલ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મોમાં જેમ અધિકારીઓનું અપહરણ કરવામાં આવે છે એ જ પ્રકારે ગાંધીનગર નજીકથી એક ક્લાસ વન અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરી હેમખેમ બચાવી લીધા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમીશનર આર.કે. વસાવા પાલનપુર ખાતે ફરજ બજાવે છે અને ગાંધીનગર ખાતે સેક્ટર 12 માં રહે છે. તેઓ આજે બપોરેના સમયે થોડા કામથી હિંમતનગર જઇ રહ્યા હતા. ગાંધીનગર પાસે અપહરણકર્તાઓએ તેમની ગાડીને આંતરીને તેમનું અપહરણ કરી લીધું હતું. ગાંધીનગર નજીકથી ક્લાસ વન અધિકારીનું અપહરણ થતાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પરંતુ આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. પોલીસને માહિતી મળી હતી કે અપહરણ કર્તાઓ વિજાપુર-માણસા તરફ ગયા છે. તો અપહરણકર્તાઓનો પીછો કરીને પોલીસ તેમની પાસે પહોંચી ગઇ હતી અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અપહરણ કર્તાઓની કાર સાથે પોલીસની કારની ટક્કર વાગી હતી. 

પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ક્લાસ વન અધિકારીને અપહરણ કર્તાઓની ચંગૂલમાંથી મુક્ત કરાવ્યા હતા. અને અપહરણ કર્તાઓને પણ દબોચી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર  અપહૃત મદદનીશ ઉધોગ કમિશનર વસાવા પાંચ દિવસ બાદ નિવૃત થઇ રહ્યા છે અને તેમની વિરૂદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનું તરખટ રચવામાં આવ્યું હતું કે ખરેખર અપહરણ થયું હતું તે ટૂંક સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો