દુનિયાની સૌથી સુરક્ષિત કાર, જર્મન ઘોડા અને છ ફૂટ ઊંચા બોડીગાર્ડ: ભારતના રાષ્ટ્રપતિના કાફલાની આ વાતો નહીં જાણતા હોવ

Indian presidents cavalcade

રાષ્ટ્રપતિ મુર્મુ (President Murmu)એ આજે 18મી લોકસભા દરમિયના સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. સંયુક્ત સત્રને સંબોધવા માટે તેઓ તેમના કાફલા સાથે ફરી એકવાર રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા કે તરત જ તેમની કાર અને તેમનો કાફલો ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કાર વિશ્વની સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. આજે અમે તમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કાર અને તેમના કાફલા સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.


આ કાર અભેદ્ય કિલ્લા સમાન
જો રાષ્ટ્રપતિ મુર્મુની ઓફિશિયલ કારની વાત કરીએ તો તે છે મર્સિડીઝ મેબેક એસ 600 પુલમેન ગાર્ડ. આ કાર તેના સેફ્ટી ફીચર્સ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ જ કારણ છે કે તેને એક અભેદ્ય કિલ્લો પણ માનવામાં આવે છે. આ કારને સમગ્ર વિશ્વમાં લિમોઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર કેટલી સલામત છે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેને ન તો ગોળીઓ, ન બોમ્બ કે ન તો ગેસ હુમલો નુકસાન પહોંચાડી શકે છે.


આ કારની ખાસિયત
આ કારમાં બુલેટ પ્રૂફ એલોય વ્હીલ્સ, પ્રિવેન્ટિવ શીલ્ડ, ઓટોમેટેડ લોક કંટ્રોલ, ઓક્સિજન સપ્લાય, પેનિક એલાર્મ સિસ્ટમ અને ઈમરજન્સી આસિસ્ટ જેવી ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ પણ છે. આ કારમાં VR9 લેવલ બેલિસ્ટિક પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.


PBGના હાથમાં રાષ્ટ્રપતિની સુરક્ષા
ભારતના રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી રાષ્ટ્રપતિના બોડી ગાર્ડ (PBG)ને સોંપવામાં આવે છે. તેમની પોતાની અલગ રેજિમેન્ટ પણ છે. આ રેજિમેન્ટમાં સેનાના અલગ-અલગ યુનિટમાંથી સૈનિકોને લેવામાં આવે છે અને તેમને ખાસ તાલીમ પણ આપવામાં આવે છે.ત્યારબાદ તેમને રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે. આ રેજિમેન્ટની એક ઓળખ તેના સુંદર ઘોડાઓ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ ઘોડા જર્મન જાતિના છે અને સેનામાં ઘોડાની આ એકમાત્ર જાતિ એવી છે જેને લાંબા વાળ રાખવાની છૂટ છે. ઘોડાઓની આ જાતિ સિવાય, અન્ય કોઈપણ જાતિના ઘોડાઓને લાંબા વાળ રાખવાની મંજૂરી નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે