I.N.D.I.A. ગઠબંધને મતગણતરી પહેલાં જ ચૂંટણી પંચ સમક્ષ કરી મોટી માગ, કાર્યકરોને આપી સલાહ


Lok Sabha Elections 2024 | કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના લોકસભા ઉમેદવારોને મત ગણતરીના દિવસે મત ગણતરીમાં કોઇ પણ પ્રકારની અનિયમિતતા આચરવાના પ્રયત્નોને રોકવા યોગ્ય પગલાં ભરવાની સૂચના આપી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

ખડગે અને રાહુલે કોંગ્રેસના ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પક્ષના જનરલ સેક્રેટરી જયરામ રમેશ અને કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત વિધાનસભાના નેતાઓ,રાજ્ય પ્રમુખો પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. બેઠકમાં ૪ જૂનની તૈયારીઓની સમીક્ષા કરવાનંા પણ જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવારોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) મોકલી દેવામાં આવી છે. ગાંધી અને ખડગેએ ઉમેદવારોને જણાવ્યુૂં છે કે જ્યાં સુધી પરિણામની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઇ ન જાય ત્યાં સુધી મતદાન ગણતરી કેન્દ્ર ન છોડવામાં આવે. 

બંને નેતાઓએ તમામ ઉમેદવારોને ઉંચુ મોરલ રાખવા જણાવ્યું છે અને કહ્યું છે કે એક્ઝિટ પોલનો ઉદ્દેશ કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો ઘટાડવાનો છે. 

આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળ્યા હતાં. તેમણે ચૂંટણી પંચને માંગ કરી હતી કે ચાર જૂનના રોજ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે અને ઇવીએમના પરિણામો જાહેરત કરતા પોસ્ટલ બેલેટના પરિણામ જાહેર કરવામાં આવે. 

ઇન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્કલુસિવ એલાયન્સ (ઇન્ડિયા)ના નેતાઓનું એક ડેલિગેશન આજે ચૂંટણી પંચની પૂર્ણ ખંડપીઠને મળ્યા હતાં. આ મુલાકાત ચાર જૂનના જાહેર થનારા પરિણામના સંદર્ભમાં હતી. 

્ બેઠક પછી કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષોનું ડેલિગેશને આજે ત્રીજી વખત ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે