VIDEO: હિંસાગ્રસ્ત મણિપુરથી મોટા સમાચાર, મુખ્યમંત્રીના ઘરની નજીક ભીષણ આગ લાગી


Manipur Fire News | હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક આવેલા રાજ્યના સચિવાલયની નજીકમાં જ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

મણિપુરમાં અત્યાર સુધી હિંસામાં મોતનો આંકડો 200ને પાર 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે આગ લાગવાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરની આગની ઘટનામાં ઘર અને સરકારી ઈમારતો પણ લપેટમાં આવતા રાખ થઈ ગયા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામમાં હિંસાનો નવો દોર શરૂ થયો છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો