RSSના દિગ્ગજ નેતા નિવેદનથી ફરી ગયા, કહ્યું- જેમણે રામની ભક્તિ કરી તે સત્તામાં, દેશ પ્રગતિ પર

RSS Leaders Indresh Kumar

RSS leader Indresh kumar | લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે. જો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી અને પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યા નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પહેલા મોહન ભાગવત અને પછી ઇન્દ્રેશ કુમારે ટીકાઓનો મારો ચલાવ્યો હતો. જોકે હવે ઈન્દ્રેશ કુમારે જાણે ફેરવી તોળ્યું હોય તેમ કહ્યું છે કે રામની ભક્તિ કરનારા જ સત્તામાં છે. મોદી સરકારમાં દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. તેમણે પોતાના સવારના નિવેદન પર સ્પષ્ટતા કરતા આ ટિપ્પણી કરી હતી. 

સવારે શું બોલ્યા હતા ઈન્દ્રેશ કુમાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર સત્તાધારી ભાજપને 'અહંકારી' અને વિપક્ષ I.N.D.I.A ગઠબંધનને 'રામ વિરોધી' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીને જોઈ લો.' જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી, તે અહંકારી બની ગઈ, તેને 241 પર જ અટકાવી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી.' તેઓ ઈશારામાં ભાજપ અને કોંગ્રેસ બંને સામે નિશાન તાકી ગયા હતા. 

ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક

આ ઉપરાંત I.N.D.I.A ગઠબંધનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે કહ્યું કે 'જેમને રામમાં આસ્થા ન હતી, તેઓને એકસાથ 234 પર રોકી દેવામાં આવ્યા.' રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. ત્યા સુધી કે બધાને એક સાથે નંબર 2 પર જ રહી ગયા. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે.'  ઈન્દ્રેશ કુમાર ગુરુવારે જયપુર નજીક કનોટા ખાતે 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન સમારોહ' સંબોધન કરી રહ્યા હતા. ઇન્દ્રશ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. જો કે, તેમણે તેમના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી. પરંતુ તેનો ઈશારો સ્પષ્ટ રીતે પક્ષ અને વિપક્ષ પર હતો.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો