મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવાનો ખરડો પસાર

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 29 નવેમ્બર 2018, ગુુરુવાર

છેલ્લા ૨ વર્ષથી ચાલતુ આવેલુ મરાઠા અનામત મોર્ચાનું આંદોલન આજે સફળ થયું. ૯ ઓગસ્ટ ૨૦૧૬થી ૯ ઓગસ્ટ ૨૦૧૭ સુધી કાઢવામાં આવેલા ૫૮ મૂક મોર્ચાના માધ્યમથી બુલંદ અવાજ સંપૂર્ણ દેશમાં ફેલાયો અને આખરે ૧૫ નવેમ્બર ૨૦૧૮ના દિવસે રાજ્ય પછાતવર્ગ પંચ તરફથી આપવામાં આવેલા રિપોર્ટની ભલામણો ૧૮ નવેમ્બર ૨૦૧૮ના દિવસે દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાનમંડળે મંજૂર કરી.

કેબિનેટ મંજૂરી બાદ એક્શન ટેકન રિપોર્ટ (એટીઆર) અને મરાઠા સમાજને ૧૬ ટકા સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ (એસઇબીસી) આ સ્વતંત્ર શ્રેણી દ્વારા ભણતર અને નોકરીમાં અનામત આપવા માટેનો ખરડો (બિલ) મહારાષ્ટ્ર વિધાનસભા વિધેયક નંબર ૭૮ આજે પ્રથમ મહારાષ્ટ્ર વિધાનસભાના સદનમાં મળે અને ત્યાર બાદ વિધાન પરિષદના સદનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રજૂ કર્યો. 

રાધાકૃષ્ણ વિખેપાટિલ, જયંત રાવ પાટિલ, એકનાથરાવ શિંદે, ગણવતરાવ દેશમુખ આ નેતાઓને વિધાનસભામાં અને ધનંજય મુંડે, ભાઇ જગતાપ, વિનાયક મેટે, મહાદેવ જાનકર, જયંત પાટિલ (શેકાપ) એડ. અનિલ પરબ, જોગેન્દ્ર કવાડે આ નેતાઓએ વિધાન પરિષદમાં મુખ્ય પ્રધાન ફડણવીસે રજૂ કરેલા બિલને સમર્થન આપ્યું. વિધાનસભાધ્યક્ષ હરીભાઉ બાગડે અને વિધાન પરિષદ સભાપતિ રામરાજે નાઇક નિંબાળકરે વિધાનપરિષદ સદનમાં મતદાન માટે રજૂ કર્યા બાદ સર્વાનુમતેથી બન્ને સદનમાં મરાઠા સમાજને સોશિયલી એડ એજ્યુકેશનલી  બેકવર્ડ ક્લાસ (એસઇબીસી) આ સ્વતંત્ર શ્રેણીમાં ૧૬ ટકા અનામત આપવાનો ખરડો (બિલ) મંજૂર કરવામાં આવ્યું.

સામાજીક મુદ્દા ઉપર મહારાષ્ટ્રના સંપૂર્ણ સમાજના ભાઇઓ એકત્ર આવે છે, આ આદર્શ આજે મહારાષ્ટ્રએ સંપૂર્ણ દેશ સામે રજૂ કર્યો હોવાનું કહીને શિવસેના, કોંગ્રેસ, એનસીપી, રિપબ્લિકન પાર્ટી, એમઆઇએમ, સમાજવાદી પાર્ટી, મનસે, શિવસંગ્રામ, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, અપક્ષ અને તમામ રાજકીય પાર્ટીઓએ મરાઠા સમાજને ૧૬ ટકા ભણતર અને નોકરીમાં અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપવા માટે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બધાનો આભાર માન્યો હતો. 

મરાઠા અનામતનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંતદાદા પાટિલ, વિનાયકમેટે, એકનાથ શિંદે, ગિરીશ મહાજન આ નેતાઓ સાથે વિધાનભવનમાંના છત્રપતિ શિવાજી મહારાજના પુતળાએ પુષ્પમાળા અર્પણ કરીને વિનમ્ર અભિવાદન કર્યું. ઘણા ખરા નેતાઓ, વિધાનસભ્યોએ ભગવા વેેશ પરિધાન કર્યા હતા. યુવાસેના પ્રમુખ, શિવસેના નેતા અને ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર આદિત્ય ઠાકરેપણ આ ઐતિહાસિક નિર્ણયના સાથીદાર બનવા વિધાનભવન આવી પહોચ્યા હતાં. 

૫૮ મૂક મોર્ચા અને ૪૦ લોકોના બલિદાન બાદ મરાઠા સમાજને આપવામાં આવેલું આ અનામત અદાલતમાં કાનૂનની તમામ કસોટીઓ ઉપર બર ઉતરશે એવો દાવો સરકારે કર્યો છે. વિધાનસભા અને વિધાન પરિષદમાં મંજૂર કરવામાં આવેલો આ ખરડો રાજ્યપાલ એ વિદ્યાસાગર રાવની અનુમતિ માટે મોકલવામાં આવશે. 

મરાઠા સમાજના અનામતની સ્વીકૃતિ:એક નજરે

મરાઠા અનામત કૃતિ અહેવાલ પર એક્શન ટેકન પ્લાન (એ.ટી.આર) વિધાનસભામાં મુખ્ય પ્રધાને બપોરે ૧૨.૧૫ વાગે રજૂ કર્યો.

છત્રપતિ શિવાજી મહારાજની જય એવા નારા સભાગૃહમાં શિવસેના અને ભાજપના વિધાનસભ્યોએ પોકાર્યા.

વિધાનભવનના પ્રાંગણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવ્યો.

શિવસેના- ભાજપના વિધાનસભ્યો કેસરિયો ફેટો બાંધ્યો હતો.

મરાઠા સમાજના અનામત બદલ શિવસેના-ભાજપના વિધાનસભ્યે આનંદ વ્યક્ત કર્યો અને પેંડા એકબીજાને ખવડાવ્યા.

શિવસેના યુવા નેતા આદિત્ય ઠાકરે સભાગૃહની ગેલેરીમાં બેસીને પ્રક્રિયા નિહાળી.

બપોરે ૧.૩૦ વાગે વિધાનસભાના સભાગૃહમાં મુખ્ય પ્રધાને મરાઠા સમાજના અનામતનો ખરડો રજૂ કર્યો. 

આ ખરડાને તમામ રાજકીય પક્ષે એકમતે સ્વીકૃતિ આપી હતી.

આ ખરડાને બપોરે ૧.૫૦ વાગે મુખ્ય પ્રધાને વિધાન પરિષદમાં રજૂ કર્યો.

ખરડાને બપોરે ૨.૧૨ વાગે તમામ રાજકીય પક્ષના વિધાન પરિષદના સભ્યોએ મંજૂરી આપી હતી.

ધનગર સમાજ નારાજ ઃ તેમની અનામત પ્રત્યે ધ્યાન દોરાયું નહી.

મુસ્લિમો નારાજ ઃ તેમને અનામતથી વંચિત રાખ્યા.

મરાઠા સમાજના ૧૪ જણનો ભોગ લેવાયા બાદ અનામત કરાયો ઃ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચવ્હાણ

મરાઠા સમાજને સ્વતંત્ર ૧૬ ટકા અનામત 

ઓ.બી.સી. વર્ગના અનામતને તકલીફ નહિ રહે

રાજ્યના લોકસેવામાં પદ અને પ્રવેશ નિયુક્તીમાં ૧૬ ટકા મરાઠા સમાજ માટે આરક્ષિત

મરાઠા સમાજની રાજ્યમાં લોક સંખ્યા ૩૦ ટકા

ભારતીય પ્રશાસકીય સેવામાં મરાઠાનું પ્રમાણ ૬.૯૨ ટકા


મહારાષ્ટ્રમાં હાલમાં બાવન ટકા આરક્ષણ પરિસ્થિતિ

અનુસૂચિત જમાત (એસ.ટી.) ૭ ટકા

અનુસૂચિત જાતિ (એસ.સી) ૧૩ ટકા

ઓ.બી.સી ૧૯ ટકા

ભટકતી જમાત (એન.ટી) ૧૧ ટકા

વિશેષ માગાસવર્ગ (એસ.બી.સી) ૨ ટકા

મરાઠા અનામતને પડકારવામાં આવે તો ટકશે? મરાઠા સમાજના અગ્રણીઓને મુંઝવણ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 29 નવેમ્બર 2018, ગુરુવાર

મરાઠા સમાજને અનામત આપવા માટે રાજ્ય સરકારે વિધિમંડળના બન્ને સભાગૃહમાં મરાઠા આરક્ષણનો ખરડો રજૂ કર્યો અને કોઇ પણ ચર્ચા કર્યા વગર સર્વા રાજકીય પક્ષે એકમતે સ્વીકૃતિ આપી હતી. આ ખરડાને મંજૂરી મળતા હવે મરાઠા સમાજને શિક્ષણ તેમજ સરકારી નોકરીમાં ૧૬ ટકા આરક્ષણ મળશે. એવું મરાઠા આરક્ષણ કાયદા સામે ટકશે ખરો એવો ગંભીર પ્રશ્ન હવે ઉપસ્થિત થયો છે. 

મરાઠા આરક્ષણને મંજૂરી મળી હોવા છતાં આ આરક્ષણ સામે કાયદાનું આવ્હાન લટકતું છે. કાયદાના કક્ષમાં આ આરક્ષણ કયા સુધી ટકી શકે તે તાકીદે સ્પષ્ટ થશે. રાજ્ય સરકારે ગયા રવિવારે રાજ્ય માગાસ આયોગે કરેલી ભલામણો સ્વીકારી અને મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો. 

અમે ઓ.બી.સી. ગુ્રપમાં આવીએ છીએ. તો અમે એસ.ઇ.બી.સી.  ગુ્રપ તરીકે શું સામેલ થઇએ કારણ કે કાયદામાં તે ટકશે નહિ. જો રાજ્યમાં મરાઠાને ૬થી ૯ ટકા સુધી આરક્ષણ મળ્યો છે. તેને કોર્ટમાં અપીલ થાય એવી શક્યતા છે. કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ધારિત કરેલા ૫૦ ટકા ઉપર આરક્ષણ જાય એવો ભય મરાઠા નેતા રઘુનાથ  પાટીલેએ વ્યક્ત કર્યો હતો. 

મરાઠા અનામત બાબતમાં કોર્ટમાં કેવિયેટ કરવામાં આવશે:શિક્ષણ પ્રદાન વિનોદ તાવડે

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન તેમજ મરાઠા અનામત પ્રધાનમંડળ સબકમિટીના સભ્ય વિનોદતાવડેએ સંબોધન આપ્યું અને ચોખ્ખા શબ્દોમાં મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય પહેલા કોંગ્રેસ ગઠબંધન સરકારે ચૂંટણી સામે રાખીને લીધો હતો પણ અમારી સરકારે બધા કાનૂની પેંચ, દાવ સામે રાખીને અદાલતમાં ટકે એવો ખરડો/ કાનૂન બનાવ્યો છે. તો પણ આ અનામતનોકાનૂન જો અદાલતમાં પડકારવામાં આવશે તો એને ફગાવવા માટે આ અનામત કાનૂની તરીકે ટકાવવા માટે અદાલતમાં કેવિએટ દાખલ કરવામાં આવશે અને વકીલોની ફોજ ઉભી કરવામાં આવશે એવું સ્પષ્ટ કર્યું. 

ભાજપ પ્રદેશ કાર્યાલયમાં હર્ષોલ્લાસથી ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત

ફડણવીસ સરકારે આજે મરાઠા સમાજને અનામત આપવાનો ખરડો રજૂ કરીને વિધાન મંડળના બન્ને સદનમાં મંજૂર કરાવ્યો. બપોરના ૧.૪૨ વાગે વિધાનસભામાં અને બપોરે ૨.૧૩ વાગે વિધાન પરિષદના સદનમાં આ ખરડો મંજૂર થયા બાદ હંમેશાની જેમ મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વસંતરાવ ભાગવત ચોકમાંના કાર્યાલય સામે પાર્ટીના કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસથી આનંદ મનાવ્યો. ખુશી જાહેર કરનારા તમામ કાર્યકર્તાઓ એક બીજાને પેંડા ખવડાવતા હતા અને ફુદડીઓ રમતા રમતા ઢોલ વગાડતા હતા. અસંખ્ય કાર્યકર્તાઓએ ભગવા ફેટા પરિધાન કર્યા હતાં. 

કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણે મરાઠા સમાજ અનામતના નિર્ણયનું સ્વાગત કર્યું

મરાઠા સમાજને અનામત મળવું જોઇએ આ માંગણી માટે સકલ મરાઠા સમાજે સંપૂર્ણ રાજ્યમાં ૫૮ મોર્ચા કાઢયા હતા. તેમના આંદોલનને અને સંઘર્ષને આજે સફળતા મળી છે અને આજે વિધાનમંડળે એકમતથી/ સર્વાનુમતે મરાઠા અનામત કાનૂન મંજૂર થયો. એના માટે હું મરાઠા સમાજનું અભિનંદન કરું છું.

કોંગ્રેસ સરકારે અનામત આપવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણય ઉપર આજે મુહર લગાવવામાં આવી છે એનો મને અભિમાન છે, આવા શબ્દોમાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સાંસદ અશોક ચવ્હાણે આજના મરાઠા અનામત નિર્ણયનું સ્વાગત કર્યું છે.

વિધાનભવનમાં પત્રકારો સાથે સંવાદ સાધતા માજી મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણે મરાઠા અનામત નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસ સરકારે મરાઠા સમાજને અનામત આપ્યું હતું. આ નિર્ણયને અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સત્તા પરિવર્તન થયું અને સત્તામાં આવેલા ભાજપ સરકારે પછાત વર્ગ પંચનું ગઠન, અદાલતમાં ડોક્યુમેન્ટ રજૂ કરવા આવી પ્રક્રિયાઓમાં સમય વેડફાયો. એના કારણે રાજ્યનો સંપૂર્ણ મરાઠા સમાજ રસ્તા ઉપર ઉતર્યો.

વિશ્વમાં ઇતિહાસમાં નોંધ થશે એટલા લાખોના મોર્ચા કાઢવામાં આવ્યા. તો પણ સરકારે એની નોંધ લીધી નહી. રોષે ભરાયેલા ૪૦ યુવાનોએ આ અનામત માટે બલિદાન આપ્યું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો