ઈમરાન સરકારે એક ગૂગલી ફેંકી અને મોદી સરકારે બે મંત્રી મોકલી આપ્યાઃ પાક વિદેશ મંત્રી

નવી દિલ્હી,તા.30. નવેમ્બર 2018 શુક્રવાર

શીખ સમુદાયના યાત્રાધામ એવા કરતારપુર માટે કોરિડોર ખોલવાની જાહેરાત કરીને આંતરરાષ્ટ્રિય સ્તરે સારો ચહેરો બતાવવાના પ્રયત્નો કરી રહેલા પાકિસ્તાનનુ અસલી સ્વરુપ છતુ થયુ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ પોતાની સરકારનો ઈરાદો છતો કરતા કહ્યુ છે કે કરતારપુર કોરિડોલ શિલાન્યાસ સમારોહમાં ભારતને આમંત્રણ આપવાની ઈમરાનખાન સરકારે ફેકેંલી ગૂગલીમાં મોદી સરકાર ક્લીન બોલ્ડ થઈ ગઈ છે.

ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણા ચાલુ રાખવાના કરેલા ઈનકાર બાદ મહેમૂદ કુરેશીએ ઉપોરક્ત નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈમરાને એક ગૂગલી ફેંકી અને ભારત સરકારે પોતાના બે મંત્રી સીધા પાકિસ્તાન મોકલી દીધા.

આમ કરતારપુર કોરિડોર પાકિસ્તાન માટે પોતાની ઈમેજ સુધારવાનો અને મોદી સરકારને ફિક્સમાં મુકવાનો પ્રયાસ છે તેવુ પણ દેખાઈ રહ્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો