લંગ્સ ફાઇબ્રોસિસથી ૫ીડાતા રૃપલબહેન છેલ્લા ૧ વર્ષથી ઓક્સિજન સિલિન્ડરને સાથે લઈ ફરે છે


જિંદગીનો કોઇ ભરસો નથી. સાજી સારી વ્યક્તિ પથારી વશ થઇ શકે પરંતુ પથારી વશ થયેલી વ્યક્તિ જે ઓક્સિજન પર જીવતી હોય અને ડોક્ટરે હાર માની લીધી હોય તે વ્યક્તિ પોતાના વીલ પાવરના બળે હરવા ફરવા લાગે અને જરાય સંકોચ વગર નાકમાં નળી લગાવી ઓક્સિજન સિલિન્ડર સાથે સામાજિક પ્રસંગોમાં હાજરી આપવા ઉપરાંત મુવી કે ફાર્મહાઉસમાં જઇ આનંદથી જીવે તો આપણને પહેલાં તો કુતુહલ થાય, કે આ શું? આવી ને ખરેખર સલામ કરવાનું મન થાય. એ બહાદુરી એટલે રૃપલ પરીખ.

પાંચ દાયકા વટાવી ચૂકેલા રૃપલબહેન લંગ્સ ફાઇબ્રોસિસ નામની બીમારીથી પીડાય છે. તેઓ કહે છે, 'આ બીમારી ક્યોરેબલ નથી પણ કાળજી રાખવામાં આવે તો દર્દી લાંબુ જીવી શકે છે. આજથી ૨૫ વર્ષ પહેલાં મને સામાન્ય શરદી ખાંસી થયા હતા. જે દવાઓ કરવા છતાં મટતા નહોતા. તેથી મને ટીબીની અસર હોવાનું ડોક્ટરે જાહેર કર્યું અને એ મુજબ હાઇડોઝ દવાઓ આપવામાં આવી. દવાઓ લઉ ત્યારે સારું થવાને બદલે મને સાઇડ ઇફેક્ટ થવા લાગી. મારી તબીયત સુધરવાને બદલે બગડવા લાગી.

અમે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કર્યો. જેમણે અનેક રિપોર્ટ કરાવ્યા બાદ અમને મુંબઇ હિન્દુજા હોસ્પિટલમાં જવા કહ્યું. ત્યાં અમને ખબર પડી કે મને લંગ્સ ફાઇબ્રોસિસ છે અને ટીબીની દવાને લીધે તેમાં વધારો થયો છે. ડોક્ટરે મારી સારવાર શરૃ કરી અને સાથે પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ તથા ડસ્ટ વગેરેના સંપર્કમાં ન આવવાની સલાહ આપી. દવાઓની સાથે હું એકદમ નોર્મલ લાઇફ જીવતી હતી. મેં દીકરાને જન્મ આપ્યો, હસબન્ડના બિઝનેસમાં એકાઉન્ટર્સ સંભાળતી અને ક્યાંય જવું હોય તો જાત કાર ચલાવીને જતી.

મારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં તેની અસર મારા મગજમાં થઇ અને બ્રેઇન ઇન્ફેક્શન થયું

રૃપલબહેનને જોઇને કોઇ ન એવું ન લાગે કે તેમને નખમાં પણ રોગ હશે. પણ જે મજબૂત મનોબળ ધરાવતા હોય એમની ઇશ્વર પરીક્ષા લેતો હોય એમ તેમને આજથી દોઢ બે વર્ષ પહેલાં ડેગ્યુ થયો. એ તો મટી ગયો પણ એટલી વીકનેસ આવી ગઇ કે, ચાલવામાં પણ તકલીફ થવા લાગી. એ પછી એક પછી એક ડિસીસ તેમના પર હાવી થવા લાગ્યા. જે અંગે તેઓ કહે છે, 'મારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં તેની અસર મારા મગજમાં થઇ અને બ્રેઇન ઇન્ફેક્શન થયું.

એ માટે મગજની સર્જરી કરવી પડી. મને ઓક્સિજન પર રાખવામાં આવી. ઓક્સિજનનું વધુ પડતા પ્રમાણથી હાર્ટ પર અસર થઇ. તેથી તેની દવા લેવી પડી. આ બધામાં ઓછું હોય એમ ડાયબિટીસ અને થાઇરોઇડ થયો. આ બધાની અસર મારા લંગ્સ પર થઇ પરિણામે અત્યારે હું છેલ્લા સ્ટેજ પર છું. તેથી મારે જીવવું હોય તો ઓક્સિજન લીધા વગર છૂટકો નથી. પરિવારના સપોર્ટ અને મારા આત્મવિશ્વાસને કારણે હું જીવી રહી છું.'

'જેમને શ્વાસની તકલીફ હોય તેઓ મારી જેમ ઓક્સિજન સાથે આરામથી જીવી શકે છે અને ઓક્સિજન એટલે મોંઘો નથી આવતો કે સામાન્ય વ્યક્તિને પરવડે નહીં. હું એવું માનું છું કે કોઇપણ ડિસીસમાં હાર્યા વગર વીલ પાવરને મજબૂત રાખવામાં આવે તો વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટલી લાઇફ જીવી શકે છે. હું અત્યારે નોર્મલ લાઇફ જીવું છું. પહેલાની જેમ હસબન્ડને બિઝનેસમાં મદદ પણ કરું છું.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો