છત્તીસગઢઃ દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણઃ 8 નક્સલવાદીઓ ઝડપાયા
દંતેવાડા, તા. 30 નવેમ્બર 2018, શુક્રવાર
છત્તીસગઢના દંતેવાડામાં શુક્રવારે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ. અથડામણમાં પોલીસે 8 નક્સલવાદીઓને પકડ્યા છે. એ સાથે જ પોલીસે નક્સલવાદીઓના કેમ્પનો સફાયો કરી દીધો છે.
પોલીસ અને CRPFની સંયુક્ત કાર્યવાહી કરીને નક્સલવાદીઓને ઝડપી લીધા હતાં. અથડામણની શરૂઆત ત્યારે થઇ જ્યારે સુરક્ષા દળો ઉપર નક્સલવાદીઓએ ફાયરિંગ કરવાનું ચાલું કર્યું. એસપી અભિષેક પલ્લવે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યુ કે કિરંદુલ પોલીસ મથકના હિરોલી ડોકાપારામાં અથડામણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 14 નવેમ્બર છત્તીસગઢના બીજાપુર ખાતે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં IED બ્લાસ્ટમાં બીએસએફના કેટલાંક જવાનો અને એક નાગરિક ઇજાગ્રસ્ત થયા હતાં.
Comments
Post a Comment