મરાઠાઓ બાદ હવે મુસ્લિમો, રાજપૂત અને બ્રાહ્ણણોની અનામત માટે માંગ

મુંબઈ, તા. 30. નવેમ્બર 2018 શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 16 ટકા અનામત આપવાનો ઠરાવ પસાર થયા બાદ હવે મુસ્લિમોએ અનામત માટેની માંગણી બુલંદ કરી છે.

બીજી તરફ ગુજરાતમાં પાટીદારો બાદ હવે રાજપૂત અને બ્રાહ્મણ સમુદાયના નેતાઓએ અનામત માંગી છે.રાજપૂત સમુદાયનુ કહેવુ છે કે અમારી વસ્તી ગુજરાતમાં 8 ટકા છે.અમને 8 ટકા અનામત આપવામાં આવે.બીજી તરફ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે પણ ઓબીસી કમિશનને પત્ર લખીને બ્રાહ્મણોને અનામત આપવા માટે સર્વે કરવાની માંગ કરી છે. કારણકે ગુજરાતમાં બ્રાહ્ણણોની સંખ્યા 60 લાખ છે અને તેઓ જન સંખ્યાના 9.5 ટકા વસ્તી ધરાવે છે. 60માંથી 42 લાખ બ્રાહ્ણણો આર્થિક રીતે કમજોર હોવાનો સંગઠનનો દાવો છે.

રાજપૂત સમાજ પણ ઓબીસી કમિશનને મળ્યો છે.જેના પ્રતિનિધિઓનુ કહેવુ છે કે રાજપૂતોને નોકરી અને શિક્ષણમાં સમાન તકો મળી રહી નથી..સંવિધાનમાં લખ્યુ નથી કે માત્ર 50 ટકા જ આરક્ષણ મળવુ જોઈએ.

બીજી તરફ એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમો માટે અનામતની માંગણી કરીને કહ્યુ છે કે મુસ્લિમો સદીઓથી ગરીબીમાં જીવી રહ્યા છે.મુસ્લિમોને પછાત રાખવા તેમની સાથે ગંભીર અન્યાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો