કિસાન રેલીમાં રાહુલ ગાંધી-અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષ એકસાથે


નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2018, શુક્રવાર

દિલ્હીમાં ચાલી રહેલી કિસાન માર્ચમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકસાથે જોવા મળ્યા અને તેટલું જ નહી આ રેલીમાં એક એવી તસવીર સામે આવી જેની ચર્ચા રાજકારણમાં આવનારા સમયમાં તેજ થઇ શકે છે.

આ રેલીમાં રાહુલ ગાંધી, કેજરીવાલ અને અન્ય પાર્ટીઓના નેતાઓએ સંબોધન કર્યા બાદ મંચ પર એકસાથે ઊભા થઇને તસવીર ખેંચાવી. જેમાં નેતાઓ એકબીજાનો હાથ થામીને ઊપર ઊઠાવ્યો. જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા તથા માર્ક્સવાદી કોમ્યૂનિસ્ટ પાર્ટીના સિતારામ યેચૂરી પણ તેમના સાથે જોવા મળ્યા.

કેન્દ્ર માંથી ભારતીય જનતા પાર્ટીને હટાવવા માટે વિપક્ષી દળો એકસાથે થઇ રહ્યાં હોવાની ભવિષ્યની રાજનીતિ પર આ તસવીર ઇશારો કરે છે. આ રેલીમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો