હવે મોદી સરકારના મંત્રીએ કહ્યુ, હનુમાનજી આર્ય હતા

નવી દિલ્હી, તા. 30. નવેમ્બર 2018 શુક્રવાર

ભાજપના નેતાઓ આજકાલ રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હનુમાનજી પર નિવેદન આપવા માટે હરિફાઈમાં ઉતર્યા હોય તેમ લાગે છે.

પહેલા યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે હનુમાનજી દલિત હતા અને હવે મોદી સરકારમાં રાજ્યકક્ષાના માનવ સંસાધન મંત્રી સત્યપાલસિંહે એક ચૂંટણી સભામાં કહ્યુ છે કે હનુમાનજી આર્ય હતા.

સત્યપાલ સિંહે અલવરમાં એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે રામ અને હનુમાનના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી અને વર્ણ વ્યવસ્થા હતી.તે સમયે દલિત, વંચિત અને શોષિત હતા નહી. ભગવાન રામ અને હનુમાન આર્ય જાતિના છે.ભારત વર્ષમાં પહેલા આર્યો જ હતા.

સત્યપાલસિંહે કહ્યુ હતુ કે યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત કહ્યા છે તો તે અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન