ભારત સાથે વાતચીત માટે 2019ની ચૂંટણીની રાહ જોવા તૈયાર: ઇમરાન ખાન


નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2018, ગુરુવાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નિવેદન આપ્યું છે જેને લઇને ભારતીય રાજકારણ ગરમાય શકે છે. ઇમરાન ખાને કહ્યું છે કે, ભારત સાથે વાતચીત શરૂ કરવા માટે પાકિસ્તાન 2019માં યોજાનારી ચૂંટણીની રાહ જોવા તૈયાર છે. જો કે ઇમરાન ખાને તે પણ કહ્યું કે, તેમને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વાતચીત કરીને ખુશી થશે.

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પર તેમણે કહ્યું કે, તેના પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવ્યો છે, જમાત ઉદ દાવાના પ્રમુખ પર પહેલેથી જ સિકંજો કસવામાં આવેલો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની જમીન બહાર આતંકવાદ ફેલાવવા માટે મંજુરી આપવી પાકિસ્તાનના હિતમાં નથી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન