વિકાસ રૂંધાયો...! બીજા ક્વાર્ટરમાં GDP ઘટીને 7.1% થયો


નવી દિલ્હી, તા. 30 નવેમ્બર 2018, શુક્રવાર

બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર ઘટીને 7.1% થયો છે. જુન ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર 8.2% રહ્યો હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં GVA દર પણ ઘટીને 6.9% થયો છે. ગત ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યૂ એડેડ(GVA) દર 8% હતો. આ સમયગાળા દરમિયાન એગ્રીકલ્ચર ગ્રોથ 3.8%, મેન્યૂફેક્ચરિંગ દર 7.4% રહ્યો. બીજા ક્વાર્ટરમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 7.5% રહ્યો. આ ક્વાર્ટરમાં વિકાસદર જાણકારોના અનુમાનથી ઓછો રહ્યો છે.

જો ગત ક્વાર્ટર સાથે આ વિકાસદરની તુલના કરીશું તો તેમા ઘટાડો જોવા મળશે કારણ કે ગત ક્વાર્ટરમાં વિકાસ દર 8.2% હતો. જ્યારે ગત નાણાંકિય વર્ષના બીજા ક્વાર્ટર સાથે તુલના કરીએ તો વિકાસદરમાં વધારો જોવા મળશે. પાછલા વર્ષના બીજા ક્વાર્ટરમાં વિકાસદર 6.3% હતો જ્યારે આ ક્વાર્ટરમાં 7.1% છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે