G-20: PM મોદી ટ્રમ્પ અને શિન્જો આબે સાથે ત્રિપક્ષીય બેઠક કરશે
બ્યુએનોસ એરિસ, તા. 30 નવેમ્બર 2018, શુક્રવાર
G-20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્જેન્ટીનાની મુલાકાતે છે. આર્જેન્ટીનાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની બ્યુએનોસ એરિસમાં યૂ.એન.ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત યોજી હતી. બંને નેતાઓએ આ બેઠકમાં ક્લાયમેટ ચેન્જ સહિત વૈશ્વિક પરિસ્થિતિઓ અંગે ચર્ચા કરી હતી. આ પહેલા ભારત પ્રવાસ દરમિયાન ગુટેરેસ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઇ હતી.
G-20 સમિટમાં PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે મુલાકાત કરશે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધી રહેલા રણનીતિક પ્રભાવને જોતા આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ આર્જેન્ટીનાની રાજધાનીમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત ઘણી મહત્વની જ રહી. વિદેશ સચિવ વિજય ગોખલેએ મુલાકાત અંગે જણાવ્યું કે પીએમ મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે બેઠક દરમિયાન ટેકનોલોજી, કૃષિ અને ઉર્જાના ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાને ખાસ કરીને સ્થિર ઉર્જા કિંમતો પર વધુ ભાર આપ્યો. તેમણે કહ્યું કે મુલાકાત સૌહાર્દપૂર્ણ માહોલમાં થઇ. સાઉદી અરબ દ્વારા બેથી ત્રણ વર્ષમાં રોકાણ કેવી રીતે વધારી એ અંગે પણ મંત્રણા થઇ.
Comments
Post a Comment