નોટબંધીના ક્રૂર નિર્ણયે આપ્યો મોટો ઝટકો: અરવિંદ સુબ્રમણ્યન


નવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2018, ગુરુવાર

ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર(CEA) અરવિંદ સુબ્રમણ્મે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની ટીકા કરી છે. તેમણે નોટબંધીને એક મોટો ઝટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, નોટબંધી મોટા પ્રમાણમાં એક કડક કાયદો હતો અને તેનાથી મોનેટરીને ઝટકો લાગ્યો. આ કારણે ભારતની અર્થવ્યવસ્થા 7 ક્વાર્ટરના સૌથી નીચેના સ્તર 6.8% પર આવી ગઇ. તેમણે કહ્યું કે, નોટબંધી પહેલા તે 8% હતી. જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી ત્યારે સુબ્રમણ્યન ભારતના મુખ્ય આર્થિક સલાહકાર હતા.

નોટબંધીના નિર્ણય બાદ પહેલીવાર મૌન તોડતા સુબ્રમણ્યને કહ્યું કે, તેમની પાસે આ તથ્ય સિવાય કોઇ ઠોસ દ્રષ્ટિકોણ નથી કે ઔપચારિક સેક્ટરમાં વેલફે કોસ્ટ તે સમયે પુરતી હતી. જો કે તેમણે તે વાતનો ખુલાસો નહોતો કર્યો કે નોટબંધીના નિર્ણય માટે તેમનું સુચન લેવામાં આવ્યું હતું કે નહી. પરંતુ સરકારમાં રહેલા લોકોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને નોટબંધીના નિર્ણય પર CEAનો મત નહોતો લીધો.

તેમણે કહ્યું નોટબંધી એક મોટો, સખ્ત અને મૌદ્રિક ઝટકો હતો. આ નિર્ણય બાદ એક જ ઝટકામાં 86% ચલણી નોટને પરત ખેંચવામાં આવી હતી. જેના કારણે GDP ગ્રોથને અસર થઇ. ગ્રોથમાં અછત આવવાની પહેલા જ શરૂ થઇ ગઇ હતી પરંતુ નોટબંધીએ તેમાં તેજી લાવી દીધી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન