કાશ્મીરના ગવર્નરના નિવેદન પર ભાજપ-કેન્દ્ર ચુપ

નવી દિલ્હી,તા. 29 નવેમ્બર 208, ગુરુવાર

જમ્મુ-કાશ્મીર વિધાનસભાને વિખેરી નાંખનાર રાજ્યપાલ સત્યપાલ મલીકના નિવેદન પર ભાજપ અને કેન્દ્ર સરકાર બંને મૌન ધારણ કરીને બેઠા છે. મલીકે ભાજપ અને કેન્દ્ર સરકાર બંનેને મુંઝવણમાં મૂકી દીધા હતા. તેમણે જમ્મુમાં કોંગ્રેસના પૂર્વ નેતા ગિરધારી લાલની ૩૧મી પૂણ્યતિથીએ હાજરી આપી હતી અને કહ્યું હતું કે તેમને ગમે ત્યારે ટ્રાન્સફર થઇ શકે છે.તેમની ટ્રાન્સફરની ટીપ્પણીના કારણે ભાજપ ટેન્શનમાં આવી ગયું છે.

તો લોકો મને બેઇમાન કહેતા હોત

અગાઉ ચાર દિવસ પહેંલા તેમણે કહ્યું હતું કે જો મેં દિલ્હી તરફ જોઇ સજાજદ લોનને મુખ્ય પ્રધાન બનાવી દીધો હતો તો ઇતિહાસ મને ક્યારે માફ ના કરત. તેમના આ નિવેદનથી સાબીત થયું કે  લોનના નેતૃત્વમાં ભાજપની સરકાર સ્થાપવા માટે તેમના પર દબાણ હતું. તેમના આ નિવેદન પર અત્યાર સુધી ભાજપ અથવા તો કેન્દ્ર સરકારે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી કે કોઇ નેતાએ નિવેદન પર આપ્યું નથી.

'આપ' અને ખેડૂતોથી કેન્દ્ર ટેન્શનમાં

સંસદના સત્રને શરૂ થવામાં માત્ર ૧૩ દિવસ જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ખેડૂતો આંદોલનને કેન્દ્ર અને ભાજપની ઉંઘ હરામ કરી દીધી છે. છેલ્લા બે મહિનામાં દિલ્હીના રામ લીલા મેદાનમાં કિસાન મૂક્તિ માર્ચ વિરોધ કૂચ શરૂ કરી હતી ત્યાર થી કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં આવી ગઇ છે. ખેડૂતો આવતી કાલે પાર્લામેન્ટ  સ્ટ્રિટ પહોંચશે. કૃષિ સબંધીત સમસ્યાઓની ચર્ચા માટે  સંસદનું સત્ર ૨૧ દિવસ સુધી ચાલવું જોઇએ એમ તેઓ ઇચ્છે છે.

કેજરીવાલની વટહુકમ લાવવાની માગ

તો બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ધમકી આપી છે કે  દિલ્હીમાં હાલમાં ચાલી રહેલી  સિલિંગ ઝુંબેશ સામે કેન્દ્ર સરકાર વટહુકમ  બહાર પાડે. જો તેમ કરવામાં કેન્દ્ર નિષ્ફળ જશે તો પોતે અને તેઓ તેમના પક્ષના ધારાસભ્યો  દિલ્હીના ભાજપના સાંસદોના ઘરે ધરણા કરશે. 'સીલીંગના નામે ભાજપની ગુંડાગીરી ચાલી રહી છે'એમ કેજરીવાલે આજે કહ્યું હતું. આમ ફરી વાર ભાજપ પર ટેન્શન ઘરાયું છે.

ખાનગી સભ્યના ખરડા પર ચર્ચા થાય

વિરોધ કરી રહેલા ખેડૂતોની માગ છે કે ઓગસ્ટમાં રાજુ શેટ્ટી દ્વારા મૂકવામાં આવેલા ખાનગી સભ્યના બે બિલને પાસ કરવા જોઇએ અને સ્વામીનાથન સમિતિની ભલામણો પર ચર્ચા થવી જોઇએ. કિસાન મૂક્તિ બિલ તરીકે ઓળખાતા ખરડામાં તેમણે ખેડૂતોના તમામ દેવાને એક જ સમયે માફ કરવાની અને કૃષિ ઉત્પાદન પર  મહત્ત્મ ટેકાના ભાવની માગ કરી હતી.

ખેડૂતો માટે 'આપ'ના  મોબાઇલ ટોયલેટ

આમ આદમી પાર્ટીના એક પ્રવકતાએ કહ્યું હતું કે તેમના પક્ષે આંદોલન કરી રહેલા ખેડૂતો માટે  ૨૬૦ શૌચાલય,પીવાના પાણી, વોટર ટેન્કર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.બીજી ઓકટબરે હજારો ખેડૂતોને દિલ્હીમાં આવતા રોકવા માટે ઉત્તર પ્રદેશની સરહદે જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૨૦ ખેડૂતોને ઇજા પણ થઇ હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર તેમની પડખે હોવાથી તેમના હોંસલા બુલંદ છે.

-ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો