મોદી બ્રાન્ડે જાતિવાદી રાજકારણ તોડી નાખ્યું


વડાપ્રધાન મોદીનો પ્રભાવ મતદારો પર બહુ ના પડે એટલા માટે વિપક્ષોએ ઘણી યોજનાઓ બનાવી હતી. પરંતુ ચૂંટણી હવે જ્યારે અંતિમ તબક્કાઓ તરફ છે ત્યારે દેખાઇ આવે છે કે વિપક્ષોએ તૈયાર કરેલો પ્લાન બહુ કામમાં નથી આવ્યો. તમે મોદી તરફી હોવ કે વિરોધી હોવ પણ તમારે એ તો સ્વિકારવું જોઇએ કે મોદીએ એકલા હાથે પ્રચાર ઝુંબેશ સંભાળી હતી. ઉમેદવાર કોઇ પણ હોય પણ મોદીએ જોરદાર પ્રચાર કર્યો હતો. મોટાભાગના મતદારો શું માગે છે તેનો તેમને ખ્યાલ આવી ગયો હતો.

એમ કહી શકાય કે આ ચૂંટણીમાં મોદીનું વ્યક્તિત્વ લોહ  ચુંબક સમાન હતું. મોદીના આસપાસ ચૂંટણી ફરતી હતી એમ પણ કહી શકાય. વિપક્ષોની સતત આક્ષેપબાજી વચ્ચે પણ પ્રચાર સતત ચાલુ રખાયો હતો. એક વાત સ્પષ્ટ છે કે તમે મોદીને પ્રેમ કરો કે ધિક્કારો પણ તેમ તેમની અવગણના ના કરી શકોે.

મોદી બ્રાન્ડ એવી ચાલી કે જાતિવાદી પોલીટીક્સ સાથે સંકળાયેલા ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષ , બહુજન સમાજવાદી પક્ષ તેમજ બિહારનો લાલુ પ્રસાદ યાદવનો પક્ષ તેમના મતદારોને પોતાની સાથે જોડી રાખી શક્યા નહોતા. આ તેમના પરંપરાગત વોટ હતા. ના તો માયાવતીના જાટ વોટને પકડી રખાયા હતા કે ના તો અખિલેશના યાદવ વોટને પકડી રખાયા હતા. મોદીને ફરી પાંચ વર્ષની ટર્મ ના મળે તે માટે વિપક્ષોએ કરેલા પ્રયાસમાં સફળતા મળેે એવા કોઇ ચાન્સ દેખાતા નથી.

ઉત્તર પદેશ , બિહાર, રાજસ્થાનથી મળતા અહેવાલો અનુસાર ગઇ વખત કરતાં આ વખતે ભાજપ સારો પ્રભાવ ઉભું કરી શક્યું છે. લોકશાહીમાં પ્રભાવશાળી વ્યક્તિનો દબદબો રહે તે કેટલું યોગ્ય છે તે બીજી વાત છે પરંતુ જ્યારે નાનો મોટો કોઇ પણ પક્ષ સત્તાની પાછળ પડયો છે ત્યારે કોઇ પણ નેતા પક્ષ માટે બેઠકો જીતી લાવે તે મહત્વનો બની જાય છે. માર્ગદર્શક મંડળના લોકો સલાહ આપતા હશે તે વાતનો છેદ પણ મોદીએ ઉડાવી દીધો છે.

જ્યારે પક્ષના કોઇ નેતા મતદારો પર પ્રભાવ ઉભોે કરવામાં સફળતા પ્રપ્ત કરે છે ત્યારે પક્ષના દરેક તેમને સાથ આપે છે. કોંગ્રેસમાં આવા નેતા તરીકે ઇન્દીરા ગાંધીને ગણવામાં આવતા હતા. ઇન્દીરા ગાંધી વન મેન શો હતા તો મોદી માટે પણ એમ કહી શકાય . ઇન્દીરાગાંધી તો પક્ષના સર્વે સર્વા બની ગયા હતા.

યાદ છે ને,પેલા દેવકાંત બરુઆ શું કહેતા હતા? ઇન્ડીયા ઇઝ ઇન્દીરા એન્ડ ઇન્દીરા ઇઝ ઇન્ડીયા. જો કે મોદી માટે આવું ભાજપમાં નથી બોલાતું કેમકે જો મોદી સહેજ લાઇન બહાર જાય તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરતજ ટોકી શકે છે. પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે મોદી -શાહની જોડીએ તમામ પ્રાદેશિક નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે. તમામ કી પોસ્ટ અને રાજ્ય પ્રમુખો તેમજ મુખ્ય પ્રધાનપદ પર પોતાના લોકોને ગોઠવી દીધા છે.

સોરી , આપણે સાઇડ ટ્રેક પર ચઢી ગયા છીએ. સવાલ એ છે કે શામાટે મોદી સફળ થાય છે અને શા માટે તેમના વિરોધીઓ નબળા પડી રહ્યા છે. એમ કહી શકાય કે તે સારા કોમ્યુનીકેટર છે. તે આસાનીથી પોતાના શ્રોતાઓ સાથે જોડાઇ શકે છે. રાહુલ ગાંધી પણ વધુ વિશ્વાસ સાથે બોલે છે. તે ક્યારેક લોચા મારે છે પરંતુ તેમના ભાષણોમાં સુધારો થયો છે. જો કે તેમ છતાં ભાજપ તરફી વોટ તોડવામાં કોંગ્રેસને સફળતા મળતી નથી. 

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તેની ૨૦૧૪માં મળેલી બેઠકમાં કોઇ વધારો કરી શકે એમ નથી પણ તે સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષના મતો તોડશે. પશ્ચિમઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે મજબુત મુસ્લીમ ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમ જે વોટ સપા-બસપાને મળવાના હતા તે હવે કોંગ્રેસને મળશે.

 બિહારમાં બેઠકોેની ફાળવણી અંગે સમાધાન થયું હોવા છતાં મેઇન પક્ષ આરજેડી અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે તીવ્ર મતભેદો ચાલે છે. આ કોકડું ઉકેલવામાં રાહુલ ગાંધીની લીડરશીપ સ્કીલ ફેલ થઇ હતી. વિવાદ દરમ્યાન પક્ષના ભૂતપૂર્વ મંત્રી શકીલ એહમદે સત્તાવાર ઉમેદવાર સામે ફોર્મ ભર્યું હતું. 

મોદી સામે હથોડી બનવા તૈયાર થયેલા મહા ગઠબંધનના ઝઘડા જોઇને મતદારો પણ મૂંઝાઇ ગયા હતા. રાહુલ ગાંધીએ રાફેલનો કાદવ ઉછાળવાનું ચાલુ રાખ્યું છે  તેમજ ગરીબી હટાઓનું સ્લોગન રીસાઇકલ કરીને બનાવેલી ન્યાય સ્કીમના નગારાં વગાડયા કરે છે.

દરમ્યાન સટ્ટા બજાર એવો સંકેત આપે છે કે બે મુદ્દે સટ્ટો રમાય છે. એક તો એ કે મોદી ફરી સરકાર રચશે કે કેમ ? અને રાહુલ ગાંધી ત્રણ આંકડામાં (૧૦૦થી વધુ) મેળવશે કે કેમ?  પ્રથમ પ્રશ્નનો જવાબ હા માં આવે છે અને બીજા પ્રશ્નનો જવાબ ના માં આવે છે...

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો