સત્ય પરેશાન હો સકતા હૈ પરાજિત નહીં, કોર્ટના ચુકાદાથી ખુશ છું : દુષ્કર્મ પીડિતા
સુરત, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર
છેલ્લા 6 વર્ષથી ચાલી રહેલા નારાયણ સાઇ ના કેસમાં આજે કોર્ટે ચુકાદો આપતા તેને આજીવન કારાવાસની સજા થઈ હતી જ્યારે અન્ય આરોપીઓને દસ વરસની સજા થતાં પીડિતાએ સત્યની જીત થયું હોવાનું જણાવ્યું હતું. અને કહ્યું હતું કે સત્ય પરેશાન હો સકતા હૈ પરંતુ પરાજિત નહીં અને આજે સત્ય ની જીત થઈ છે. જેની મને ખુશી છે.
આશ્રમની તમે સાધિકા જોડે દુષ્કર્મનો દેશ છેલ્લા કેટલાય સમયથી સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો. વર્ષ 2013માં સુરતની પીડિતા દ્વારા આ કેસ કરવામાં આવ્યો હતો. અને આ દુષ્કર્મ કેસમાં આજે આસારામના પુત્ર નારાયણ સાંઈને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
આ ચુકાદા બાદ પીડિતા મીડિયા સામે આવી હતી અને જણાવ્યું હતું કે આજે તેને ખૂબ જ ખુશી થઈ રહી છે. કારણ કે આજે સત્યની જીત થઈ છે. આ ડીસીજન આવ્યું તે ખૂબ સારું છે. મને ન્યાયપ્રણાલિકા પર પહેલાથી જ વિશ્વાસ હતો. અને આજે મને એક ન્યાય નથી મળ્યો પરંતુ મારા જેવી બીજી ઘણી પીડિતાઓને ન્યાય મળ્યો છે કે જે જે બહાર નથી આવી શકી.
મારો પરિવાર પહેલાથી આશારામમાં માનતો હતો તેથી અમે પણ નાનપણથી આશ્રમમાં જતા હતા. જયારે કેસ કર્યો ત્યારે કેસ પાછો લેવા માટે અને સમાધાન માટે મને અને મારા પરિવારને ખુબ જ પરેશાન કરવામાં આવ્યા હતા સાથે જ મારા પતિ ઉપર 2014માં હુમલો પણ કરવામાં આવ્યો હતો.
અન્ય ઘણા સાક્ષી એવા હતા જેમના મર્ડર થયા છે ફોન પર પણ ધમકી આપવામાં આવી હતી. તે છતાં પણ હું મારા નિર્ણય પર અડગ રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને આ કેસ કરવાની હિંમત ત્યારે મળી જ્યારે જોધપુરની પીડિતાએ કેસ કરવાની હિંમત કરી હતી જ્યારે જોધપુરની પીડિતાએ કોર્ટમાં કેસ કર્યો ત્યારે પણ મને એવું હતું કે પૈસાના જોરે તેઓ છૂટી જશે. પરંતુ જે રીતે ચુકાદો આવ્યો ત્યારબાદ મારામાં પણ હિંમત આવીએ મારે પણ બહાર આવવું જોઈએ.
નારાયણ સાઈ પોતાને કૃષ્ણ કહેતા અને સાધિકાઓને ગોપીઓ અને રાધા કહેતા. જો તેને કોઈ સાધિકા ગમી જતી તો
પહેલા તેનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવતું તેનો પરિવાર કેવું છે તે પૈસાવાળું છે કે ગરીબ છે તે ચેક કરવામાં આવતું અને ત્યારબાદ નારાયણના અંગત સાધકો અને સાધિકાઓ તે સાધિકાને કોઈ પણ રીતે નારાયણ સુધી પહોંચાડવાનું કામ કરતા અને આ માટે તેઓના અલગ અલગ કોડવર્ડ પણ રહેતા. જેમાં એક મેઇન કોડવર્ડ ધ્યાન કે લિયે બુલાયા હૈ તે રહેતો હતો.
વધુમાં પીડિતાએ કહ્યું હતું કે જો નારાયણને ફાંસીની સજા આપવામાં આવી હોત તો તેને એક જ વાર દુઃખ થાત અને પતી જાત. પરંતુ આજીવન કારાવાસમાં એને આખી જિંદગી યાદ રહેશે મેં ક્યાં કુકર્મ કરેલા હતા અને આજે હું ભોગવી રહ્યો છું.
Comments
Post a Comment