સાધિકા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત 3ને આજીવન કેદ
સુરત, તા. 30 એપ્રિલ 2019 મંગળવાર
સુરતના ચકચારી સાધિકા દુષ્કર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે દોષી ફેરવેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ સાધિકા બહેનો ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા ભાવના પટેલ ઉર્ફે જમના સાધક કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન તથા ડ્રાઇવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને સુરત સેશન્સ કોર્ટે તારીખ 26મીના રોજ દોષિત ઠેરવ્યા હતા, જ્યારે સજાનો હુકમ આજે તારીખ 30 એપ્રિલ સુધી મુલતવી રાખ્યો હતો.
આજે ઊઘડતી કોર્ટના સમયે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 376, 377 સૃષ્ટિક્રમ વિરૂધ્ધના કૃત્ય 354, 506 2, 508, 120b તથા 114 ગુનામાં મુખ્ય આરોપી નારાયણ સાંઈને પટેલ સજા સંભળાવી છે, જ્યારે આરોપી સાધિકા બહેનો ગંગા જમના તથા સાધક હનુમાનને કોર્ટે જાહેર કરી સજા ફટકારી છે.
અત્રે નોંધનીય છે કે આ કેસમાં કુલ 10 દસ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2001માં સુરતના જહાંગીર આશ્રમ આસારામ આશ્રમમાં આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય આરોપી સાધકોના મદદગારીથી ભોગ બનનાર સાધિકા પર એકથી વધુ વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેને ફરિયાદ પક્ષે ખાસ સરકારી વકીલ પી એન પરમારેપુરવાર કરતાં કોર્ટે આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય ચાર આરોપીઓને રેકર્ડ પર આવેલા પુરાવાના આધારે દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો છે.
Comments
Post a Comment