બે બહેનોની જિંદગી આસારામ અને નારાયણે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી પીંખી નાંખી હતી


પીડિતા સાથે મેઘનગરમાં પહેલી મુલાકાત વેળા નારાયણે પુછ્યું હતું,  કેવું છે ?  મારા વગર ગમે છે ? મારી પાસે આવવું છે ? 

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

સુરતના જહાંગીરપુરા સ્થિત આસારામ આશ્રમમાં આસારામના ચૂસ્ત અનુયાયી માતા-પિતાના કારણે શિબિર તથા સત્સંગમાં ગયેલી સુરતની બે બહેનોની જિંદગીને આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ ચોક્કસ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી પીંખી નાંખી હતી. 

ઓક્ટોબર-૨૦૧૩માં બંને પિતા-પુત્રની હવસનો શિકાર બનેલી સાધિકા બહેનોએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે, સત્સંગ પુરો થયા બાદ ભક્તોને પ્રસાદ આપવાના બહાને બંને પિતા-પુત્રો પોતાનો શિકાર પસંદ કરીને હાથ દબાવતા હતા.

ત્યારબાદ આશ્રમની અન્ય છોકરીઓ સાથે આગામી સત્સંગમાં આવવાનું કહેતા.  સુરતની પીડીતાને પણ નારાયણ સાંઈએ શિબીરના છેલ્લાં દિવસે આ જ મોડસ ઓપરેન્ડી અપનાવી મેઘનગરમા ત્રણ દિવસનો પ્રોગ્રામ છે. તું પણ આશ્રમની અન્ય છોકરીઓ સાથે આવજે મજા આવશે એમ કહીને હાથ દબાવ્યો હતો.

પીડીતાના માતા-પિતા આસારામમાં ભગવાન જેવી શ્રધ્ધા અને ભક્તિભાવ ધરાવતા હતા. જેથી મોટા ભગવાને હાથ દબાવ્યો તે વિશે ભોગ બનનારને કોઈ શંકા કુશંકા થઇ નહોતી . અને બીજી છોકરીઓ પણ જતી હોવાથી પીડિતા રૃા.૫૦૦ ખિસ્સા ખર્ચ લઇને ટ્રેન મારફત મેઘરનગરની શિબીરમાં ગઇ હતી. જ્યાં ત્રણ દિવસ દરમિયાન ઈટોથી બનાવેલી રૃમોમાં ઈન્દોર, વડોદરાની કુલ છ છોકરીઓ રહી હતી. મહિલા આશ્રમ બનાવવાનો હોવાથી કન્સ્ટ્રકશન ચાલી રહયું હતું.

 જ્યાં વડોદરાના ગંભોઈ આશ્રમથી આવેલી ગંગા અને જમના નામની મહિલા સાધિકાઓએ મેઘનગર આવીને નારાયણ સાંઇ સાથે એક બે વખત વાતચીત કરાવી હતી. ત્યારે નારાયણ સાંઈએ, કેવું છે ? મારા વગર ગમે છે ? મારી પાસે આવવું છે ? વગેરે સવાલો પીડિતાને કર્યા હતા. ઉપરાંત ઘર કરતા તો અહીં ઘણુ જ સારુ છે એમ કહી સંસારના કીચડમાં પડવા કરતાં ગુરુની સેવા કરવાની સલાહ આપી હતી.

મોટી બહેનનું આસારામે ૧૦ વર્ષ, નાની બહેનનું નારાયણે ચાર વર્ષ શોષણ કર્યું

બાપ આસારામે સુરતની પીડિતા બહનો પૈકી મોટી બહેનનું સને ૧૯૯૭ થી ૨૦૦૬ દરમિયાન શોષણ કર્યું  હતું. જ્યારે તેના પુત્ર નારાયણ સાંઇએ નાની બહેનનું સને ૨૦૦૨ થી ૨૦૦૫ દરમિયાન શોષણ કર્યું હતું. આસારામની જોધપુર પોલીસે બળાત્કારના ગુનામાં ધરપકડ કર્યા બાદ સુરતની બંને બહેનોને હિંમત આવી હતી અને તેમણે બાપ-બેટાના કુકર્મો અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે