નારાયણ સાઈ દુષ્કર્મ કેસમાં આજે સજા સંભળાવશે, કોર્ટ પરિસરમાં જડબેસલાક બંદોબસ્ત

સુરત, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર

નારાયણ સાઈ દુષ્કર્મ કેસમાં સુરત નામદાર કોર્ટ આજ રોજ આરોપીઓને સજા ફરમાવાની છે, ત્યારે કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરે તે અગાઉ સુરત પોલીસના બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ ની ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા-વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનીઇચ્છીય ઘટના કે કાંકરીચાળો ન થાય તેની પૂરતી તકેદારી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરતની સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં નામદાર સેશન કોર્ટે આરોપીઓને પૂરતા પુરાવાના આધારે દોશી કરાર કર્યા છે. કોર્ટ આજે આરોપીઓને સજા ફરમાવાની છે, ત્યારે કાયદો-વ્યવસ્થા બની રહે તેની તકેદારી સુરત પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરે તે અગાઉ જ કોર્ટ પરિસરમાં સુરત બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો અને વકીલોના ટેબલો નજીક ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.કોઈ કાંકરીચાળો કે અનિચ્છીય ઘટના ન બને તેને લઇ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે