રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે? ગૃહ મંત્રાલયે માગ્યો જવાબ

નવી દિલ્હી, તા. 30. એપ્રિલ 2019 મંગળવાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નાગરિકતા પર ઉઠેલા સવાલો બાદ તેમની પાસે જવાબ માંગ્યો છે.

ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ લખેલા પત્ર બાદ ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને 15 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપી છે.સ્વામીએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે.બીજી તરફ કોંગ્રેસે આ આરોપોને ફગાવી દઈને રાહુલ ગાંધીને જન્મથી ભારતીય નાગરિક ગણાવ્યુ છે.

રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને સ્વામી બે વખત ગૃહ મંત્રાયલને પત્ર લખી ચુક્યા છે.2017 બાદ 29 એપ્રિલે સ્વામીએ ફરી પત્ર લખ્યો છે.સ્વામીનો દાવો છે કે 2003માં બ્રિટનમાં બેકોપ્સ લિમિડેટ નામની કંપનીનુ રજીસ્ટ્રેશન થયુ હતુ.કંપનીએ પોતાનુ એડ્રેસ સાઉથગેટ સ્ટ્રીટ, હેંપશાયર લખાવ્યુ હતુ.

આ કંપનીના રાહુલ ગાંધી ચેરમેન પણ છે.સ્વામીએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે , કંપનીના 2005 અને 2006માં ફાઈલ થયેલા ટેક્સ રિટર્નમાં રાહુલ ગાંધીની 19 જૂન,1970 જન્મ તારીખ લખેલી છે અને તેમની નાગરિકતા બ્રિટિશ બતાવાઈ છે.2009માં ડિસોલ્યુશન એપ્લિકેશન આપતી વખતે પણ રાહુલની નાગરિકતા બ્રિટિશ બતાવાઈ છે..

બીજી તરફ કોંગ્રેસે કહ્યુ  છે કે, પીએમ મોદી પાસે બેકારીના મુદ્દે કોઈ જવાબ નથી ત્યારે ખોટા આરોપોના સહારે નોટિસ આપીને લોકોનુ ધ્યાન ભટાકવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, અમેઠીમાં એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરતી વખતે રાહુલની નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો