મોદી PM નહીં બને તો રામજન્મભૂમિ સ્થળે આપઘાત કરીશઃ શિયા વક્ફ બોર્ડ ચેરમેન

નવી દિલ્હી, તા. 30. એપ્રિલ 2019 મંગળવાર

અયોધ્યામાં રામ મંદિરની હંમેશા તરફદારી કરનારા શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીનુ કહેવુ છે કે, 2019માં જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન નહી બન્યા તો હું અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થળે જ આત્મહત્યા કરી લઈશ.

રિઝવીએ કહ્યુ છે કે, રાષ્ટ્ર દરેક ધર્મ કરતા ઉપર છે.હું રાષ્ટ્રહિતની વાત કરુ છું ત્યારે કટ્ટરપંથીઓ મને મારી નાંખવાની ધમકી આપે છે.તેઓ કહે છે કે, મોદી સરકાર જવા દો પછી અમે તારા ટુકડે ટુકડા કરી નાંખીશું.દેશપ્રેમી લોકોમાં મોદી પ્રત્યે પ્રેમ છે તો ગદ્દારો ખૌફમાં જીવે છે.તેઓ દેશના કુશળ વડાપ્રધાન છે.

રિઝવીએ કહ્યુ હતુ કે, જો કોઈ બીજા પક્ષનો નેતા દેશદ્રોહિઓની મદદથી વડાપ્રધાન બની જાય તો રામ મંદિરના દરવાજા પાસે જઈને આપઘાત કરીશ. ગદ્દારોના હાથે મરવા કરતા ઈજ્જતનુ મોત વ્હાલુ કરવા મને વધારે પસંદ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો