અવધ પ્રદેશમાં અડધો ડઝન માનુનીઓ લોકસભાના જંગમાં

સોનિયાગાંધી , મેનકા ગાંધી , સ્મૃતી ઇરાની ,પૂનમ સિંહા, રાજકુમારી રતનસિંહા ,રીટા બહુગુણા વગેરે વચ્ચે એક ચૂંટણી લક્ષી સામ્ય છે . આમ તો બધા વિવિધ પક્ષોમાંથી આવે છે પણ તે બધાજ ઉત્તર પ્રદેશના અવધ ક્ષેત્રની બેઠકો પરથી લડે છે. અવધ ક્ષેત્ર એ તેમનું સામ્ય છે કે તો બીજી તરફ તેમનું ચૂંટણી લક્ષી ઝનુન પણ તેમનું સામ્ય છે. વર્તમાન લોકસભાની ચૂંટણીઓમાં મહિલાઓને સૌથી વધુ ટીકીટો આપીને માન ફાળવવામાં તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી મોખરે છે.
આમતો અવધ ક્ષેત્રની ૧૬ બેઠકો છે તેના અડધો અડધ બેઠકો પર મહિલાઓ ચૂંટણી લડી રહી છે. આ મહિલાઓ રાજકારણમાં ટોચની છે અને પોતાની રીતે જંગ લડી શકે એવી છે. મહિલાઓ ભાષણ આપવામાં પુરુષો કરતાં વધુ અસરકારક સાબિત થઇ છે. અવઘ ક્ષેત્ર ઉભું થયેલુંં માનુનીઓનું યુધ્ધ લોકોની નજરમાં બહુ આવ્યું નથી. જોકે સ્મૃતી ઇરાનીએ અવારનવાર રાહુલ ગાંધીને પડકારીને રાજકારણમાં ગરમાવો ચાલુ રાખ્યો છે. સોનિયા ગાંધીની તબિયત બહુ સારી નથી એટલે તેમના પ્રચારનું કામ પ્રિયંકાગાંધી સંભાળી રહ્યા છે.
મેનકા ગાંધી આ વખતે વધુ એગ્રેસીવ હતા. સામાન્ય રીતે શાંત અને સૌમ્ય દેખાતા મેનકા ગાંધી એ જ્યારે એમ કહ્યું કે મને મત ના આપવા હોય તો પછી કાઇ કામની અપેક્ષા સાથે મારી પાસે ના આવશો. તેમના આ નિવેદનથી ઉહાપોહ થયો હતો. ચૂંટણી પંચમાં તેમના વિરુધ્ધમાં ફરીયાદ પણ થઇ હતી. જો કે સામે છેડે તેમના પુત્ર વરુણ ગાંધીએ કહ્યું હતું કે મને કોઇ મત આપે કે ના આપે હું દરેકના કામ કરીશ.
અવધ પ્રદેશમાં અડધો ડઝન જેટલી માનુનીઓ તેમની બેઠક પરથી જીતવા પ્રયાસો કરી રહી છે. સૌથી ધૂંઆધાર પ્રચાર સ્મૃતી ઇરાની કરી રહ્યાં છે. તે કીંગ કીલર બનવા માંગે છે. રાહુલ ગાંધીને હરાવવા તે પોતાના સંસદીય વિસ્તારના તમામ ગામોમાં જઇ આવ્યા છે.
રાજકીય ગપસપ એમ કહે છે કે હારવાના ડરના કારણે રાહુલ ગાંધીએ સલામત એવી મ્યાનારમાંથી પણ ઉભા રહ્યા છે. સૌથી સ્માર્ટ રીટા બહુગુણા જોષી પુરવાર થયા છે .એક સમયે તે ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં તે સર્વે સર્વા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે તે સમજી ગયા હતા કે કોંગ્રેસ જીતી શકે એમ નથી એટલે તે ભાજપમાં ગયા હતા. ત્યાં તે જીતી પણ ગયા હતા અને હવે લોકસભા લડી રહ્યા છે.
રાજકુમારી રત્ના સિંહ ત્રણ ટર્મ માટે સાસદ રહી ચૂક્યા છે તે ફરી એકવાર પ્રતાપગઢ લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. તે રાજા દિનેશ પ્રતાપ સિંહની પુત્રી છે. તેમણે ઇન્દીરા ગાંધી સાથે પણ કામ કર્યું હતું. જ્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાનમોદી સામે ૧૫ મિનિટ માટે રાફેલ મુદ્દે પ્રચાર કરવાનો પડકાર ફેંકતા હતા ત્યારે તરતજ સ્મૃતી ઇરાનીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પહેલાં મારી સાથે ચર્ચા કરે અને પછી મોદી સાથે ચર્ચાની વાત કરે.
સ્મૃતી ઇરાની ખુબ ઝનુનથી રાહુલ ગાંધી સામે લડે છે . ૨૦૧૪ના જંગમાં તેમની સામે રાહુલ માત્ર એક લાખ વોટથી જીત્યા હતા. આ વખતે રાહુલે બે જગ્યાએથી ઉમેદવારી નોંધાવતા સ્મૃતી ઇરાનીમાં આત્મ વિશ્વાસ વધ્યો છે.
તેમના સમર્થકો એવી રીતે પ્રચાર કરે છે કે રાહુલ હારથી ડરી ગયા એટલે બે સ્થળ પસંદ કર્યા હતા. અહીં મહત્વની વાત એ પણ છેકે સ્મૃતી ઇરાની સિવાયની તમામ માનુનીઓ એક કે બીજી રીતે કોંગ્રેસ સાથે જોડાયેલી છે.
અવધમાં ચૂંટણી લડતી આ તમામ માનુનીઓ લોકોમાં પ્રિય છે. અવધના લોકો તેમને જીતાડતા આવ્યા છે. સોનિયા ગાંધી આ વખતે પ્રચાર વગેરેમાં સક્રીય નથી પણ તેમની પ્રતિભાથી મતદારો અંજાયેલા છે. અભિનેતા શત્રુધ્નસિંહાની પત્ની પૂનમસિંહા નવા સવા છે પણ શત્રુધ્ન સિંહાએ પત્નીને ચૂંટણી લડવા ધક્કો માર્યો છે.
અવધનો જંગ પડકારોનો જંગ છે. આ જંગમાં લડતી માનુનીઓ પુરુષ ઉમેદવારોને હંફાવી રહી છે. પાંચમા તબક્કામાં તેમની બેઠકોની ચૂંટણી થવાની છે. અવધની બેઠકોનો જંગ લોકોને રસપ્રદ લાગી રહ્યો છે. આ માનુનીઓની હાર કે જીત બંને પર લોકોનું ધ્યાન રહેલું છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં ચૂંટણી લડવી પડકાર સમાન છે. અહીં આઝમખાન જેવા તડફડ કરતાં ઉમેદવારો છે. પોતાની સામે કોઇ મહિલા લડે છે એવું તે ક્યારેેય વિચારતા નથી.
Comments
Post a Comment